Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
અને આવું શ્રી સર્વજ્ઞ ભગવતેનું જ શાસ્ત્ર શ્રેયસ્કર છે તે જ વાતને સમજાવે
"शासन सामर्थ्येन तु सन्त्राण बलेन चानवद्येन ।
युक्तं यत्तच्छास्त्रं तच्चतत्सर्वविद्वचनम् ॥१८८।। અનુશાસન કરવાના સામર્થ્યથી તથા નિર્દોષ રક્ષણ કરવાના બળથી યુક્ત હવાના કારણે તેને શાસ્ત્ર કહેવાય છે. અને તે શાસ્ત્ર શ્રી સર્વજ્ઞ ભગવાનનું વચન જ છે. - સંસારના વાસ્તવિક યથાર્થ સ્વરૂપને સમજાવી આત્માને અનુશાસન કરનાર અને સંસારના આધિ-વ્યાધિ-ઉપાધિજન્ય દુખેથી બચાવનાર પણ કઈ હોય તે આ શાસ્ત્ર જ છે અને તે શાસ્ત્ર એટલે દ્વાદશાંગી સ્વરૂપ શ્રી સર્વ ભગવંતનું વચન અને શ્રી સર્વજ્ઞ ભગવંતના વચનેને અનુસરીને મહાપુરુષોએ બનાવેલાં શા.
આ દ્વાદશાંગી સ્વરુપ શાસ્ત્ર સદાકાળ હતા, છે અને રહેવાના છે. કેમકે પરમપિં. એએ કહ્યું છે કે___ "एषा द्वादशाङ्गी न कदाचिन्नासीत् न कदाचिन्न भवति न कदाचिन्न भविष्यति, ध्रुवा नित्या शाश्वती"
આ દ્વાદશાંગીને અર્થથી શ્રી તિર્થંકર પરમાત્માએ કહે છે અને શ્રી ગણધર ભગવતે તેને સૂત્રમાં નિબધ કરે છે તે અંગે કહ્યું છે કે
“મથું માસ સરિ, સુરં સ્થિતિ ના નિયમ્ ” જેઓ શ્રી વીતરાગ સર્વજ્ઞ ભગવંત નથી તેમના વચને તે શાસ્ત્ર બની શકતા, નથી, પરંતુ જેઓ શ્રી વીતરાગ પરમાત્માના શાસનને પામેલા હોવા છતાં પણ કદાગ્રહ મમવાદિથી શ્રી વીતરાગ પરમાત્માના પિતાને સ્વાર્થીનુરુપ વચનેને ગ્રહણ કરે છે તેમના વચનો પણ ક્યારે ય આદેય કોટિના બનતા નથી. શાત્રે તે તેવાઓની કુટી કેડિની પણ કિંમત આંકી નથી. પરંતુ તેમને મિથ્યાત્વ કેટિમાં જ ગયા છે. તે અંગે શ્રી ઉપદેશમાળા મહાગ્રન્થમાં પૂ. શ્રી ધર્મદાસગણિવર્ય શ્રી કે જેઓ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વરદહસ્તે દીક્ષિત થયા છે તેઓ ફરમાવે છે કે
"जो जहवायं न कुणइ, मिच्छाद्दिट्टी तओ हु को अन्नो । वड्ढेइ अमिच्छत्तं, परस्स संकजणेमाणो ॥५०४।। आणाए चिय चरणं, तभंगे जाण किं न भग्गंति १ । आणं च अइ कंतो, कस्साएसा कुणइ सेसं १ ॥५०५।।"