Book Title: Jain Mahabharat Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ * * * પ્રાથકય XXë 65 આ છે; પૂ. સિદ્ધાન્ત મહોદધિ, કર્મશાસ્ત્રના અજોડ વિદ્વાન, સુવિશાલ ગચ્છાધિપતિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સુવિનીત શિષ્યરત્ન પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવરે આલેખેલો “જૈન મહાભારત' ઉપરનો કથાત્મક, સમીક્ષાત્મક અને વિવેચનાત્મક અપૂર્વ ગ્રન્થ ! શ્રી જૈનસંઘમાં “જૈન મહાભારત' ઉપર આવો સર્વાગીણ અને સર્વોપયોગી ગ્રન્થ આ સર્વપ્રથમ પ્રકાશિત થાય છે એવું અમે કહીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય. વિ.સં. ૨૦૩૫ની સાલમાં મુંબઈ ચંદનબાળામાં અને વિ.સં. ૨૦૩૬ની સાલમાં નાસિક (મહારાષ્ટ્ર)માં ચાતુર્માસ દરમિયાન પૂજ્ય પંન્યાસશ્રીએ “જૈન મહાભારત” ઉપર હજારોની જનમેદની સમક્ષ દર રવિવારે જાહેર-પ્રવચનો આપ્યા હતા. આ પ્રવચનોએ પ્રજાને ઘેલું લગાડ્યું હતું અને માટે જ પૂ. પંન્યાસશ્રીની મહાભારતના પાત્રોને અનોખી દૃષ્ટિથી ઓળખાવતી અને જીવન જીવવાની કળાના પાઠ પઢાવતી એ અપૂર્વ ધર્મદેશનાઓ સાંભળવા હજારો ભાવુકો દોડ્યા આવતા હતા. ? મુખ્યતઃ જૈન મહાભારતને જ નજર સમક્ષ રાખીને આ ગ્રન્થરત્નનું આલેખન થયું છે. છતાં અજૈન મહાભારતની પણ કેટલીક ઘટનાઓને અવસરે અવસરે સંસ્પર્શ કરીને તેનું ક્યાંક તુલનાત્મક તો ક્યાંક સમીક્ષાત્મક અને ક્યાંક વૈશિસ્યદર્શક વિવેચન કરવાનું પંન્યાસશ્રી ચૂક્યા નથી. સ્થાને સ્થાને જૈન મહાભારતનું ગરવું ગૌરવ-પ્રતિપાદન પણ એવું અનોખી શૈલીથી કરાયું છે કે છે કે જે વાચકને એક નવીન સમ્યગ્ દષ્ટિ અર્પી જાય છે. પ્રારંભમાં પૂજયપાદશ્રીએ રામાયણ અને મહાભારતની સરસ સંતુલના કરી છે અને ત્યારબાદ શ્રીકૃષ્ણ, ભીખ, દુર્યોધન, કર્ણ, વિદુર, દ્રોણાચાર્ય, અશ્વત્થામાં અને દ્રૌપદી જેવા મહાભારતના મુખ્ય પાત્રોનું પૂજ્યશ્રીએ કરેલું પાત્રાલેખન તો ખરેખર અભુત અને અનોખું છે. છે. રખે, એ વાંચવાનું ચૂક્તા ! વિશિષ્ટ કોટિની પ્રવચન અને લેખનશક્તિના સ્વામી પંન્યાસશ્રી એક સચોટ સમીક્ષક પણ છે એવી પ્રતીતિ વાચકને થયા વગર નહીં રહે. પાત્રાલેખન બાદ જૈન મહાભારતની મહાકથાનું મનનીય અને મનોહર આલેખન વાચકને હાથમાંથી પુસ્તક છોડવા નહિ દે. મહાભારતની મહાકથાનો આ મહાગ્રન્થ પૂજ્યપાદશ્રીએ માત્ર પચીસ દિવસના ટૂંકા ગાળામાં, નાસિકના ચાતુર્માસ દરમિયાન સ્વહસ્તે આલેખ્યો છે, જેનો પ્રથમ ભાગ અમે આપના હસ્તકમલમાં મૂકતાં અનેરો આનંદ અનુભવીએ છીએ. આ ગ્રન્થના વાંચન અને મનનથી આપને એક અનોખી સમજણ પ્રાપ્ત થશે, સજ્જનોની સજ્જનતા અને દુર્જનોની દુર્જનતાની પરાકાષ્ટા જોઈને તેવા સજજ્જન બનવાના અને દુર્જન નહિ બનવાના શુભ સંકલ્પો કરવાનું મન થશે, મનને આનંદ થશે, જીવનને જીવવાનો નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે. ટૂંકમાં સવિચાર, સચ્ચાર અને સદાચારના સન્માર્ગ તરફ લઈ જવામાં આ ગ્રન્થ તમારો રાહબર બનશે. માંડો ત્યારે વાંચવા, મહાભારતની મોંઘી અને મનનીય મહાકથા.... કડક cauca S SS S S પકડ **ck * : * : S కerator C o ૮િ૮૮૮૮૮wZc3* અમદાવાદ તા. ૨૬-૫-૧૯૮૧ લિ. કમલ પ્રકાશન ટ્રસ્ટ ટ્રસ્ટીમંડળ ndichందందంగా જૈન મહાભારત ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 192