________________
હજુ પણ એક શેષ કાર્ય છે. મોહનભાઈએ જૈન સાહિત્યનો જે સંક્ષિપ્ત ઇતિહાસ કર્યો છે તેની સંવર્ધિત આવૃત્તિ ન થાય તોપણ તેનું પુનર્મુદ્રણ તો અતિ આવશ્યક છે જ, જેથી વિદ્વાનોની આવતી કાલની પેઢીના હાથમાં આ જણસ’ પહોંચે. એથી પણ સાહિત્યની મોટી સેવા થશે; મોહનભાઈને પૂર્ણ અંજલિ આપી ગણાશે. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસના પુનઃસંપાદન અને પ્રકાશન માટે જે કાંઈ સહયોગ જોઈતો હશે એ આપવા હું વચનબદ્ધ થાઉં છું. આમેય હું જયંતભાઈ સાથે સ્નેહબદ્ધ તો છું જ.
આ ધૂળધોયાના કામને સમજનારા, પોંખનારા ઓછા જ હોય છે પણ આમાં લાલ લીટી ‘ઓછા’ શબ્દ નીચે નહીં પણ ‘હોય છે’ની નીચે મૂકીને મારા હૈયાનો આનંદ પ્રકટ કરું છું.
પ્રદ્યુમ્નસૂરિ
સૂરત દીપોત્સવ, વિ.સં.૨૦૫૨
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org