________________
પદ્ધતિની મૌલિક ઉપજ છે. વિખ્યાત યુરોપીય વિદ્વાનોના વિરુદ્ધ અભિપ્રાય છતાં એ નોંધવું ઘટે કે ધર્મની બધી જ ભવ્યતા તેમજ ધર્મથી નિરપેક્ષ કે સાપેક્ષ સાહિત્યની પૂર્ણતા સાથે જૈન ધર્મ અતિપ્રાચીન પરંપરામાંથી ઉતરી આવ્યો છે. જૈન ધર્મને એને પોતાને વિશિષ્ટ ઇતિહાસ છે. આ ઇતિહાસના ઘણા અસ્પષ્ટ ભાગો પર પ્રત્યેક વર્ષે ભારતમાં અને ભારત બહાર ઘણા સંશોધકોના પ્રયાસને કારણે નવો પ્રકાશ પડયાં કરે છે. જૈન ધર્મના ઇતિહાસના ઉમે ઘણા છે અને વિચિત્ર લાગે પરંતુ આ ઉદ્દગમનો પણ ઇતિહાસ છે. મારી પોતાની માન્યતા એવી છે કે જૈન ધર્મ દ્રવિડ લોકોનો ધર્મ છે અને દ્રવિડ લોકો આર્યોની પહેલાંના હિંદના રહેવાસી હતા.
ન્યાયાધીશેને અભિપ્રાય આ વિષય પર ન્યાયાધીશોના નિર્ણયને ટાંકવાથી શ્રેષ્ઠ ઉપસંહાર થશે એવું મને લાગે છે. મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર સી. વી. કુમારસ્વામી શાસ્ત્રીઅરે આ પ્રમાણે મત આપ્યો: “નવીન સંશોધનેએ પુરવાર કર્યું છે કે જેને હિન્દુ ધર્મના વિરોધીઓ ન હતા પરંતુ હિંદુ કાનૂન અને રુઢિ પર પ્રમાણભૂત મનાએલી સ્મૃતિઓ અને ટીકાઓ કરતાં જૈન ધર્મની ઉત્પત્તિ અને ઇતિહાસ ઘણાં વધારે પ્રાચીન છે. જૈનોના છેલ્લા તીર્થકર મહાવીર બુદ્ધના સમકાલીન હતા અને આશરે ઈ. પૂ. ૩૨૭ની આજુબાજુ મૃત્યુ પામ્યા. પૂર્વે થઈ ગએલા ઘણા તીર્થકરોને જૈન ધર્મ ઉલ્લેખ કરે છે. ખ્રિસ્ત પહેલાં કેટલાક સૈકાઓ અગાઉ જૈન ધર્મ સ્વતંત્ર ધર્મ તરીકે વિકસ્યો હતો એ વિશે ભાગ્યે જ કોઈ શંકા ઉઠાવશે. હિંદુ ધર્મની આધારશિલા ગણાતા વેદનાં પ્રામાણ્યને જૈન ધર્મ સ્વીકારતા નથી. વળી હિંદુઓ જેને મહત્ત્વની ગણે એવી ઘણી વિધિઓની મહત્તાને તે અવગણે છે. જૈન ધર્મના પિતાના કાયદાના ગ્રંથો છે અને તેમાં ભદ્રબાહુની સંહિતા મહત્વની છે. જેનોના મહાન આચાર્ય હેમચન્દ્રની વર્ધમાનનીતિ અને અનીતિ પણ જૈન કાયદા વિશેના ગ્રંથો છે.”
બોમ્બે હાઈકોર્ટના જસ્ટીસ રાંગણેકરે જૈન ધર્મની પ્રાચીનતા વિષે આવો જ મત વ્યકત કર્યો છે: “નવીન ઐતિહાસિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે જૈન ધર્મ આ દેશમાં બ્રાહ્મણ ધર્મ અસ્તિત્વમાં આવ્યો કે તેણે વર્ચસ્વ જમાવ્યું તે પહેલાં પ્રવર્તતો હતો અને આ સાચું છે. વળી જેનો મૂળ હિંદુઓ હતા અને પાછળથી તેમણે જૈન ધર્મને અંગીકાર કર્યો તે ખોટું છે. આ પ્રદેશમાં હિંદુઓનું પ્રમાણ બહોળું છે અને તેમની સાથેના દીર્ધા સંપર્કને કારણે જૈનેએ તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org