________________
પ્રકરણ ૫
વિશ્વ
વિશ્વનાં જન્મ કે ઉત્પત્તિ અંગે અનેક ચિંતન થયાં છે. વિશ્વની ઉત્પત્તિ કેવી રીતે થઈ? વિશ્વ કોના આધારે રહેલું છે? કોઈક ઋષિએ કહયું કે વિશ્વ શેષનાગની ફેણ પર રહેલું છે. સર્જનકાર્ય વિષે હિંદુ ધર્મમાં ઘણી ધારણા છે. સાંખ્ય દર્શન એવું માને છે કે ભ્રષ્ટાએ પ્રકૃતિને ઉપયોગ કર્યો. સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ, પછી તે જડ હોય કે ચેતન, પરમેશ્વરમાંથી જ ઉત્પન્ન થયો, એવી વેદાન્તદર્શનની માન્યતા છે. આ દર્શન પ્રમાણે સૃષ્ટિનો હેતુ બ્રહ્મની લીલા છે. સૃષ્ટિને સમજાવવા માટે હિન્દુ ધર્મ ત્રિપુટીને વિચાર પ્રસ્તુત કર્યો–સૃષ્ટિના સર્જક બ્રહ્મા, પાલક વિષ્ણુ અને સંહારક શિવ છે. ડૉ. એસ. રાધાકૃષ્ણન કહે છે કે “ઉપનિષદોના મત પ્રમાણે સૃષ્ટિનો હેતુ એવા જીવો ઉત્પન્ન કરવાનો છે જેમનાં મન અને વિજ્ઞાન આનંદ તરફ લઈ જાય”
સૃષ્ટિની ઉત્પત્તિ કે અંત અંગેના ચિંતનને બુદ્ધ મહત્ત્વ નથી આપ્યું. તેમણે વિશ્વને ક્ષણિક અને સતત પરિવર્તનશીલ માન્યું છે. કોઈ પણ પદાર્થ શાશ્વત નથી. પદાર્થને શાશ્વત ગણવો તે અજ્ઞાન છે. તત્ત્વવિદ્યાના ચિંતનને તેમણે નિરર્થક ગયાં. બુદ્ધ સત્યનું અન્વેષણ કરવા માટે શિષ્યોને તર્ક પર આધાર રાખવા કહ્યું અને શબ્દપ્રમાણનો સ્વીકાર ન કરવા કહ્યું.
ખ્રિસ્તીઓ એવું માને છે કે વિશ્વ ઈશ્વરે સર્યું. તેમની સરળ પ્રાર્થનામાં આ મત સારી રીતે વ્યક્ત થયો છે : “હે પ્રભુ! સ્વર્ગ, પૃથ્વી, સાગર અને તેમાં જે કાંઈ છે તે તે રચ્યું.” ખ્રિસ્તના મત પ્રમાણે ઈશ્વર સ્વર્ગ અને પૃથ્વીને સ્વામી છે.” “શુભ કે અશુભ પર તે સૂર્યને પ્રકાશ આપતે રાખે છે અને ન્યાયી કે અન્યાયી બધા પર વરસાદ વરસાવે છે.” આ જ દેવી પિતા “પક્ષીઓને ખવડાવે છે અને ખેતરોને ઘાસનાં વસ્ત્રો પહેરાવે છે.” સંત પૉલ કહે છે, “એને કારણે જ આપણે જીવીએ છીએ, હરીએ ફરીએ છીએ અને એને આધારે જ આપણું અસ્તિત્વ છે.” એટલે ખ્રિસ્તી મત પ્રમાણે વિશ્વ કે તેમાં જે કાંઈ હોય તે બધાને સર્જક ઈશ્વર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org