Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૪ રીતે ભિન્ન વિષયો પરનો ભાર, અનંત પરિવર્તન અને શોધના અવકાશ સાથે વિશ્વને સ્વીકારે છે. આધુનિક સંભાવનાત્મક આંકડાશાસ્ત્રના મત સાથે તે રસપ્રદ સામ્ય ધરાવે છે. શ્રી જે. બી. એસ. હલદાને કહે છે કે વૈજ્ઞાનિક રીતે સત્યની શોધ પૂર્ણ નિશ્ચય તરફ લઈ જતી નથી પણ તે પૂર્ણ અનિશ્ચય તરફ પણ લઈ જતી નથી. તેથી જે કોઈ તર્કની શાખા નિશ્ચય અને અનિશ્ચયની વચ્ચે નિર્ણય લેવા દે તેમાં વૈજ્ઞાનિકોને રસ પડવો જોઇએ. આ સૌથી વધુ પ્રાચીન માર્ગ તે સ્યાદ્વાદ છે. ગણિતના નિયમોથી સાત વિકલ્પ નક્કી થયા છે. વૈજ્ઞાનિક સંશોધનમાં સપ્તભંગીનય લાગુ પાડવાને એક દાખલો તેઓ આપે છે, જે, એમના માનવા પ્રમાણે ભદ્રબાહુના મનમાં જે હતું તેનાથી બહુ ભિન્ન ન હતું. શરીરમાં ઇન્દ્રિયોની રચનાના અભ્યાસમાં પ્રારંભ નક્કી કરવો મહત્ત્વનું છે. દા. ત. અમુક માત્રાથી છો તીવ્ર હોય તે પ્રકાશ જોઈ શકાય નહીં. અથવા કોઈ પદાર્થનું દ્રાવણ જ્યારે ઘનિષ્ટ હોય, ત્યારે કડવું લાગે અને જ્યારે તેને મંદ કરવામાં આવે, ત્યારે પાણીથી જુદું ન પડે. કેટલાક પ્રયોગ કરનારા તેમના પ્રયોગપાત્રોને આ પ્રકાશિત છે?” “આ કડવું છે?” એવા પ્રશ્નોના જવાબમાં માત્ર “હા” કે “ના” કહેવાનું કહે છે. જો ગ્રહણશકિતનાં મનોવિજ્ઞાનમાં પ્રયોગ કરનારને રસ હશે તો તે પિતાનાં પ્રયોગપાત્રોને “નક્કી નહીં' એ કે એવા અર્થનો જવાબ આપવા અનુમતિ આપશે. સપ્તભંગીનય આધુનિક આંકડાશાસ્ત્રના સિદ્ધાંતને મળતો આવે છે એવા મહાલનબીસના મત સાથે તેઓ સંમત થાય છે. આ બધા મત સ્પષ્ટ કરે છે કે મનુષ્યનું મન સમસ્ત સત્તાની સંકીર્ણતાને સમજે છે, પણ પૂર્ણરૂપે નહીં. વાણી પણ તેને પર્યાપ્ત રૂપે અભિવ્યક્ત કરી શકતી નથી. તેથી દરેક વિધાન પિતાની મર્યાદામાં સાચું છે એટલે કે બોલનારનાં દૃષ્ટિબિંદુ પૂરતું સાચું છે. મનુષ્યની સમજશક્તિની અપર્યાપ્ત જ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓને ઉદ્ભવ કરાવે છે. સ્યાદ્વાદને હેતુ આધુનિક ચિંતનમાં દર્શનશાસ્ત્રના અવકાશ સાથે સુસંગત છે. સ્યાદ્રાદ વ્યક્તિગત દષ્ટિબિંદુનું એકીકરણ, સંયોજન, સંવાદ અને સંકલન સ્થાપવા ઇચ્છે છે. જુદા જુદા દાર્શનિકોના વિચાર જુદા જુદા છે અને એ વિચારો જે પૃષ્ઠભૂમિમાં ઘડાયા તે પણ અનેક છે. કોઈ વાતને સંપૂર્ણ સાચી છે એમ કહીને સ્વીકારાય નહીં તેમ સંપૂર્ણ ખાટી છે એમ કહીને નકારી શકાય નહીં. દર્શનશાસ્ત્રનો હેતુ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. સત્ય જ્ઞાન હંમેશાં પૂર્ણનું જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288