Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar

View full book text
Previous | Next

Page 273
________________ ૨૫૬ વિરક્ત થવા કોઈ સમર્થ ન હોય તે ઓછામાં ઓછું તેણે પરિગ્રહને સીમિત તે કરવો જ જોઇએ. આવી સમા લોભને અંકુશમાં રાખે છે. લોભ જ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. સામાન્ય માણસ સમાજનો સ્થંભ છે. સમાજનું આરોગ્ય તેના હાથમાં છે. સંપત્તિ થોડા માણસ પાસે એકઠી થયાં ન કરે અને પરિણામે સમાજના ધનિક અને દરિદ્ર એવા વિભાગો વધુ ન પડે તે જોવાની માણસની ફરજ છે. સમાજમાં સંવાદ અને શુભ લાગણી જળવાઈ રહે તે ખાતર પણ તેણે લોભનું દમન કરવાનું છે. આર્થિક સમાનતા સ્થાપવા માટે આ નૈતિક આદર્શ છે. મૂડીવાદી સમાજમાં થાય છે તેમ સંપત્તિને સંગ્રહ થોડા માણસે જ કર્યા કરે તે બીજો એક એવો વર્ગ ઊભે થશે જે દારિદ્યથી પીડાતા હશે અને ધનિકોની વિરૂદ્ધ અસંતોષ અને વેરભાવનાં બીજ વાવત રહેશે. માનવહિતનો મૂળ સિદ્ધાંત છે સંતોષ અને થોડું સુખ. અપરિગ્રહના આદર્શનું સીમિત રીતે પાલન કરવામાં આવે તો પણ તે સામાજિક વિકાસ અને હેતુઓના સુસંવાદ તરફ લઈ જશે. વિશ્વનાં રાજકારણમાં ઉથલપાથલ આણનારાં સૌથી મોટાં બે કારણે છે: સામ્યવાદ અને મૂડીવાદ જેવા બે વર્ગોનું અસ્તિત્વ. સામ્યવાદ બધાં જ ઔદ્યોગિક સાહસની માલિકી રાજ્યની રહે તેની તરફદારી કરે છે. મૂડીવાદ ઉત્પાદન અને વિતરણનાં તમામ ક્ષેત્રોમાં વ્યકિતગત સાહસને પસંદ કરે છે. બંનેમાં વ્યકિતગત નીતિને જુથના અંકુશને તાબે થવાનું હોય છે. સંપત્તિને વધારો બંનેને હેતું હોય છે. આ બંને પરિબળો ભૌતિક સંપત્તિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની સાથેસાથે આધ્યાત્મિક સાધના અને ચારિત્ર્યનું પતન થતું જાય છે. એ સાચું છે કે શરીર અને મનને સાથે રાખવા જીવનમાં થોડી સગવડ જરૂરી છે. ભૌતિક પ્રાપ્તિ પર, ડહાપણ અને નૈતિક ગણતરીને અંકુશ ન હોય, તે બીજાને જે ઓછામાં ઓછી સગવડો જોઈએ છે તેનાથી પણ વંચિત કરી, તેમને માત્ર લાભ ઉઠાવાય છે. સાંસારિક દષ્ટિએ ભૌતિક પ્રગતિમાં શારીરિક જરૂરિયાત અને ઇચ્છાઓની તૃપ્તિ આવી જ જાય છે. આ બંને વિચારધારાઓને સંઘર્ષ સમાવવા માટેનું એક માત્ર રામબાણ ઉપાય વ્યક્તિગત નીતિનો વિકાસ છે. અસત્ય, હિંસા, અન્યાય, બીજાને ખોટો લાભ ઉઠાવ–આ બધાને સમાજમાં નૈતિક બળો જ અંકુશમાં રાખી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288