________________
૨૪૮
દેવા તત્પર થઈ ગયા છે. બંનેની વિચારધારાઓનું સમાધાન કયારેય શકય નથી અને બંને જાણે છે કે જો પાસા પોબાર થાય, તે તેઓ પિતાને અને નિર્દોષ પ્રજાને વિનાશ તરફ ઘસડી જશે. ડૉ. રાધાકૃષ્ણન કહે છે: “ભવિષ્ય કેવું હશે તેને આપણે વિચાર કરવો જોઈશે. આપણે સાધનસંપન્ન છીએ. આપણને ઘણી કુદરતી બક્ષિસો મળી છે. આપણે ઘણી શકિત મેળવી છે છતાં આપણે શાંતિ અને સલામતી મેળવી શક્યાં નથી. આપણાં જ્ઞાન અને બુદ્ધિમાં વૃદ્ધિ થઈ છે પરંતુ આપણે ડહાપણ અને સદ્ગણ મેળવ્યાં નથી. જગતને કોઈ એકસૂત્રો ગાંઠી શકયું નથી. આ યુગની સામાન્ય કરુણતાનો વિશ્વના જુદા જુદા ભાગમાંથી અસંખ્ય લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેઓ નેતા હોવાનો દેખાવ કરે છે અને મુર્ખાઈને ડહાપણ ગણાવે છે. આપણે અનાજ અને ઘાસ સાથે વાવી રહ્યાં છીએ.”
આપણે ખડકની ધારે આવી લાગ્યાં છીએ. આજના માનવજીવનની કરુણતા એ છે કે આધ્યાત્મિક મૂલ્યોને માનવે અવગણ્યાં છે, અને ધનદોલતની પૂજા કરવા માંડી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બધા દેશે અને દેશાંતરોમાં દ્રવ્યપ્રાપ્તિ અને વિષયસુખ ઘણા લોકોનાં ધ્યેય બન્યાં છે. આ બેમાં મન એવું મગ્ન બની જાય છે કે કોઈ વધારે સારી વસ્તુ પર વિચાર કરવાનો અવકાશ રહેતા નથી. માનવઇતિહાસમાં પહેલાં કયારે ય ન હતી એટલી આ વસ્તુઓની વૃષણા પ્રબળ બની છે. વિષયોપભોગથી મન નિશ્ચલ બનવા સુધીને આનંદને આવેગ અનુભવે છે. જાણે કોઈ સર્વશ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થઈ હોય એવું તેને લાગે છે અને તેથી બીજી કોઈ પણ વસ્તુ વિશે વિચારવા માટે તે અસમર્થ બને છે. આ ઉપભોગની તૃપ્તિ થયા પછી ઘેરા વિષાદની અનુભૂતિ થાય છે, જેથી મન તૃપ્ત હોવા છતાં ક્ષુબ્ધ અને જડ બને છે. આવી જ રીતે માન અને ધનની પ્રાપ્તિમાં પણ મન મશગુલ બની જાય છે, ખાસ કરીને આ વિષયો શ્રેષ્ઠ મનાયા હોવાથી તેમની પ્રાપ્તિમાં જ શ્રેય મનાયું હોય છે અને મન તેમાં મગ્ન બને છે. યશને અંતિમ ધ્યેય માનવામાં આવ્યો હોય, તે બધાં કાર્યો તેને ખાતર જ થતાં હોય છે. વળી યશ અને ધનની પ્રાપ્તિ, વિષયપભોગની જેમ પશ્ચાત્તાપમાં પરિણમતી નથી. જેમ જેમ યશ અને ધનની વધારે પ્રાપ્તિ થતી જાય છે, તેમ તેમ વધારે આનંદને અનુભવ થતો જાય છે. બીજી બાજુ આપણી આશા જો નિષ્ફળ નીવડે, તો આપણે ઊંડા શોકમાં ડૂબી જઈએ છીએ. યશપ્રાપ્તિમાં એક વધારાને દોષ રહેલો છે. યશપ્રાપ્તિ ઇચ્છતા મનુષ્યોએ પિતાના સાથીઓના અભિપ્રાય અનુસાર જીવન જીવવું પડે છે. સાથીઓને અણગમતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org