Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar

View full book text
Previous | Next

Page 268
________________ દુષ્પરિણામ અનિવાર્ય છે એવી શ્રદ્ધા. (૩) જીવની અમરતામાં શ્રદ્ધ. આવી માન્યતા કેળવ્યા વગર કોઈ પ્રકારની નૈતિક સભાનતા સંભવિત નથી. પાંચ અણુવતે વ્યક્તિ, સમાજ તેમજ રાષ્ટ્રને માર્ગ સુઝાડે છે. બધા જ ધર્મો અહિંસાને ઉપદેશ કરે છે પણ જેનધમે તેનું વિધેયાત્મક અને નકારાત્મક રીતે એવું પ્રતિપાદન કર્યું છે કે પ્રત્યેક વિચારમાં અને આચરણમાં હૃદયપૂર્વક તેનું પાલન કરવામાં આવે તે જ વૈયક્તિક અને સામાજિક હિત સંધાય. પુરુષાર્થસિદ્ધયુપાય નામના ગ્રંથમાં અમૃતચન્દ્રસૂરિએ અહિંસાની અત્યંત વ્યાપક વ્યાખ્યા આપી છે : નામifમહિનાવાલમેવ ક્ષિતા મન, દેહ કે વાણીની કષાયયુકત પ્રવૃત્તિથી પ્રાણીની કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિયને જે ઈજા પહોંચાડે છે, તે હિંસા આચરે છે. આવેગની ઉપસ્થિતિ હિંસાના કૃત્ય માટે જવાબદાર છે. હિંસા બે પ્રકારની હોઈ શકે: માયા અને દ્રવ્યપ્રાણ. ચૈતન્ય, સુખ, શાંતિ, લાગણીને હિંસા પહોંચાડવામાં પહેલા પ્રકાસ્ની હિંસા છે જ્યારે બીજા પ્રકારની હિંસામાં શરીરની પાંચ ઇન્દ્રિયો, ત્રણ શક્તિ, દેહ, મન, વાણી અને શ્વાસ તેમજ વયને હિસા પહોંચાડવામાં આવે. બધા જીવોના ભાવપ્રાણ એક સરખા હોય છે. આસકિત કે કષાયોને અભાવ તે અહિંસા. કષાયયુક્ત વ્યકિત પોતાની જાતે જ પિતાની હિંસા કરે છે. હેતુ કે કષાયોની તીવ્રતાનાં પ્રમાણ અનુસાર દેશનું પ્રમાણ બદલાય છે. આજના જગતમાં અહિંસાને બે પ્રશ્નોના ઉકેલ સાથે સાંકળી શકાય : (૧) આહારનું સ્વરૂપ (૨) યુદ્ધ અને શાંતિ, વિધેયાત્મક પાસું જોઈએ તે અહિંસા એટલે જીવની પવિત્રતા અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વિશ્વવ્યાપી પ્રેમ. અહિંસા મનુષ્યને કાનુન છે જ્યારે હિંસા જંગલનાં પશુઓને કાનૂન છે. સામાન્ય અનુભવની વાત છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તેની દેહ તેમજ મન બંને ઉપર અસર થાય છે. વધતી જતી વસતી માટે જગતમાં ઉત્પન્ન થતે વનસ્પતિજન્ય ખોરાક પૂરતો નથી તેથી માંસાહાર જરૂરી છે એવી દલીલ કરી શકાય. એક યા બીજા કારણસર શાકાહારથી ન દેવાએવાં કુટુંબમાં જન્મેલા લોકો માંસને આહાર કરે છે. તેઓ એવી ભ્રામક માન્યતા ધરાવે છે કે આ આહાર વધુ આરોગ્યપ્રદ અને પોષક છે. આહાર અને પોષણ વિષેનું કોઈ પણ પ્રમાણભૂત પુસ્તક વાંચવાથી ખોરાકનાં પક્ષક મૂલ્યો વિશેનો આ ખ્યાલ ખેટે છે એવી પ્રતીતિ થશે. વિશ્વ ચકાહાર પરિષદને સંબોધન કરતાં ડૉ. એની બેસંટે કહ્યું હતું, “અંત:કરણના ડંખની સાવ અવગણના કરીને માંસાહાર કરવાથી લ્કય કારણ બને છે, અને માનવી દયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288