________________
હર
કરણ છે અને સુખ કે દુ:ખ જેવી સ્થિતિના બોધ કરવામાં જીવને સહાય કરે છે. આ દૃષ્ટિએ જોતાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાનના પ્રકારો બને છે કારણ કે આ બંનેમાં જ્ઞાન, ઇન્દ્રિય અને મનના માધ્યમ દ્રારા આવે છે. બાકીનાં ત્રણ એટલે કે અવધિ, મન:પર્યાય અને કેવલ, સીધાં અથવા માધ્યમરહિત જ્ઞાન છે. જૈન મનેાવિજ્ઞાન મતિજ્ઞાનના ચાર ક્રમા માને છે. (૧) અવગ્રહ— પહેલી દષ્ટિ. (૨) ઈહા—ચિંતન, જાણવાની ઇચ્છા (૩) અપાય—નિર્ણય. (૪) ધારણા—ચાલુ રાખવું. અવગ્રહથી કોઈ પણ વસ્તુ વિષેનું ભાન અને બેધ ઉત્પન્ન થાય છે. તે બાધ અનિશ્ચિત હોય છે અને વસ્તુના સામાન્ય ધર્મના બાધ કરે છે. આ સામાન્ય ભાન પછી ઈહા આવે છે. વસ્તુનાં વિશિષ્ટ લક્ષણા સમજવા માટે વિશિષ્ટ ભાન તરફ આપણી જાણવાની ઇચ્છા આગળ વધે છે. દા. ત. આપણે એક અવાજ સાંભળીએ છીએ પણ એનું સ્વરૂપ જાણતાં નથી. અહીં આપણને માત્ર અવાજના પરિચય થાય છે. ઈહામાં આપણે મહદંશે અવાજના સ્વરૂપના બાધ કરી શકીએ છીએ. અવગ્રહમાં વસ્તુના એક ભાગ જ ઓળખાય છે જ્યારે બાકીના બાધ ઈહામાં થાય છે, અને તેમાં વિશિષ્ટ લક્ષણાના સ્પષ્ટ નિશ્ચય કરવાના પ્રયાસ હોય છે. તર્ક પર આધાર રાખીને સત્યના નિશ્ચય કરવા માટે પ્રયત્નશીલ માનસિક અવસ્થા તે ઈહા. સત્યના નિશ્ચય અને મિથ્યાને દૂર કરવું તે અપાય. તે વસ્તુના નિશ્ચિત બાધ આપે છે તેમાં વસ્તુમાં રહેલા ગુણાના બાધ થાય છે અને વસ્તુમાં ન રહેલા ગુણ દૂર થઈ જાય છે. અપાય પછી ધારણા આવે છે કારણ કે એમાં કેટલાક સમય માટે વિષયનું ગ્રહણ દૃઢ થાય છે. તેને કોઈ પણ રીતે સ્મૃતિ ન કહી શકાય. ધારણાનાં સ્વરૂપ વિષે જે કાંઈ કહેવાયું તે પરથી એ સ્પષ્ટ થાય છે કે જૈન મનોવિજ્ઞાન સ્મૃતિને એક પ્રકારનો બાધ ગણે છે. મનના અથવા ઇન્દ્રિયના સંસ્કારો ચાલુ રાખીને સ્મૃતિ તેની પુનરુત્પત્તિ કરે છે. પૂર્વે અનુભૂત વસ્તુનું તેમાં કલ્પન (image) હાય છે. તે મતિજ્ઞાનના એક ભાગ છે.
નિશ્ચયનય પ્રમાણે જીવ શુદ્ધદર્શન અને શુદ્ધ જ્ઞાન છે. ઉપર જોયા પ્રમાણે નિશ્ચયનય અનુસાર દર્શનના ચાર અને જ્ઞાનના આઠ પ્રકાર છે. જૈન ધર્મ પ્રત્યેક વસ્તુને ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી તપાસે છે. કોઈ જાતનું હઠપૂર્વકનું વિધાન કરતા નથી. ન્યાય દર્શન ગુણ અને ગુણીનું ઐકય માન્ય રાખતું નથી જ્યારે જૈન ધર્મ તે માન્ય રાખે છે. પંચાસ્તિાય માં સ્પષ્ટ કહ્યું છે કે દર્શન અને જ્ઞાન જીવ સાથે ઐકય ધરાવે છે અને જીવથી છુટાં હોઈ શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org