________________
પ્રકરણ ૧૫
દશ ધર્મ "...Virtue is an activity and lieth Not in doctrine and theory but in practice and conduct, Co-ordinating potencies into energy,
The preferential imitation of right action Is THE HABIT OF VIRTUE;............"
The Testament of Beauty, by Robert Bridges (Book IV Lines 623-28)
વિશ્વમાં દાર્શનિક તેમ જ ધાર્મિક સિદ્ધાંતની ખોટ નથી. વિશ્વને આજે ખરી જરૂર રોજનાં જીવનમાં આ સિદ્ધાંતના પાલનની છે. પ્રત્યેક ધર્મ પુરોહિતના હાથમાં ક્રિયાકાંડ બની ગયો છે. અજ્ઞાનીઓના હાથમાં ધર્મ, અંધવિશ્વાસથી ભરેલી માન્યતાઓનો સમૂહ બની ગયો છે. આમ તેને વૈજ્ઞાનિક આધાર લુપ્ત થઈ ગયો છે.
જૈન ચિંતકોએ ધર્મ જીવનપદ્ધતિ બને અને શુદ્ધ તર્ક સતત તેને ટકાવી રાખે તે જોવા કાળજીભર્યો પ્રયાસ કર્યો છે. દૈનિક જીવનમાં શ્રેષ્ઠ ગુણ ધ્યાન બહાર ન જાય, તે માટે દશ દિવસનું એક પર્વ-દશલક્ષણ પર્વ રાખવામાં આવ્યું છે. પ્રત્યેક દિવસે એકેક ગુણનું ચિંતન કરવાનું હોય છે. દિગંબરો ભાદરવા સુદ પાંચમથી આ વ્રત પાળે છે તો હવેતાંબરો આષાઢી પૂણિમાથી પર્યુષણવ્રતનું પાલન કરે છે. આ દિવસો ઉપવાસ, ચિંતન, ધર્મગ્રંથે, ખાસ કરીને વાર્થચિતનનાં ધ્યાનમાં ગાળવાના હોય છે. આ પર્વને ઉદ્દેશ મનની શુદ્ધિ અને કર્મના ઉપશમ માટેનો પ્રયાસ કરવાનો હોય છે.
કર્મક્ષયના વિષયની ચર્ચા કરતી વખતે આ બધા ગુણોને સંક્ષિપ્ત નિર્દેશ કરવામાં આવ્યો છે. તત્વાર્થસૂત્રનાં નવમાં પ્રકરણનાં છઠાં સૂત્રમાં આ દશ ગુણો ગણાવવામાં આવ્યા છે. “ઉત્તપક્ષમામાáવાર્નવસૌનસંયમgrकिंचन्याब्रह्मचर्याणि धर्मः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org