________________
૨૩૬
અને (૨) લાંબા ગાળા સુધીની સ્થિતિને ધ્યાનમાં લે છે. પ્રથમ પ્રકારને સૂક્ષ્મ અને બીજા પ્રકારને સ્થૂળ કહે છે. ક્ષણિક શુભ વિચાર કરતો જીવ સૂનું ઉદાહરણ છે જયારે જીવનપર્યત માનવસ્થિતિમાં રહેલો જીવ સ્થૂળ પ્રકારનું ઉદાહરણ છે.
(૫) શબ્દનય–શબ્દનય એટલે શાબ્દિક દષ્ટિબિંદુ એને પર્યાયનું દષ્ટિબિંદુ પણ કહે છે. આ નયને સમજાવવા માટે જૈન ધર્મમાં બે ઉદાહરણ મળે છે. કુંભ, કલશ અને ઘટ–ત્રણે ય એક જ વસ્તુનાં નામ છે, તેવી જ રીતે ઇન્દ્ર, શક, પુરંદર વગેરે એક જ વ્યક્તિને નિર્દેશ કરે છે, પછી ભલે દરેક શબ્દના અર્થનાં મૂળમાં ફેર હોય. જો એક જ અર્થ આપતા બે શબ્દો હોય, તે એક સાથે તેમને ઉપયોગ કરવાથી શબ્દનયાભાસ નામને દોષ થાય છે.
(૬) સમભિરૂઢન્યાય–શાબ્દિક પરંતુ વ્યુત્પત્તિમૂલક દષ્ટિબિંદુ છે. ઘણા શબ્દોના પર્યાય છે. વ્યુત્પત્તિમૂલક અર્થ કરવામાં આવે તે તેમને અર્થ ભિન્ન થઈ જશે. શક્ર અને ઇન્દ્ર એક જ વ્યક્તિને નિર્દેશ કરે છે. પણ વ્યુત્પત્તિની દષ્ટિએ ઇન્દ્ર એટલે જેની પાસે સત્તા છે તે.” જ્યારે પુરંદર એટલે “શહેરોને વિનાશ કરનાર'. આમ બે ભિન્ન ભિન્ન કાર્યોને નિર્દેશ થતો હોવાથી બંને શબ્દોના અર્થમાં મહત્ત્વનો ભેદ છે. શબ્દનય વધારે સામાન્ય છે કારણ કે તે દરેક શબ્દનો પ્રચલિત અર્થ લે છે. સમભિરૂઢ શબ્દનય શબ્દના વ્યુત્પત્તિમૂલક અર્થમાં ઊંડો ઉતરી, પદાર્થ જે ગુણને પ્રતીક હોય, તે ગુણનો નિર્ણય કરે છે. શબ્દનય એવા સિદ્ધાંતને અનુસરે છે જેના પ્રમાણે સત્તા ધરાવતી પ્રત્યેક વસ્તુ શબ્દ દ્વારા વર્ણવી શકાય છે. એક જ અર્થની પ્રતીતિ કરાવવા ઘણા શબ્દો વાપર્યા હોય છે. પણ હકીકતમાં વ્યુત્પત્તિની દૃષ્ટિએ જોવામાં આવે તે સામાન્ય અર્થ ઉપરાંત દરેક શબ્દને એક વિશિષ્ટ અર્થ હોય છે. આ બે દષ્ટિબિંદુઓ વચ્ચે નયવાદીને કોઈ વિરોધ દેખાતો નથી, કારણ કે એના મત પ્રમાણે સમભિરૂઢ નય વ્યુત્પત્તિમૂલક અર્થઘટનના નિયમોને વધુ ચુસ્તપણે વળગી રહે છે તેમજ વ્યાકરણનાં ઔચિત્ય પર પણ વધુ ભાર મૂકે છે જ્યારે શબ્દના શબ્દોને સામાન્ય, રૂઢિગત અથવા પરંપરાગત અર્થમાં વધુ ચોકસાઈપૂર્વક પ્રયોજે છે. (૭) એવંભૂતનય—એટલે બનેલી હકીકતનું દૃષ્ટિબિંદુતે પદાર્થની વર્તમાનદશાને નિશ્ચિત અથવા નિર્ણત કરે છે. આ દૃષ્ટિબિન્દુ પ્રમાણે, વસ્તુ શબ્દ દ્વારા સુચવાતી અવસ્થામાં હોય ત્યારે જ વસ્તુ માટે તે શબ્દનો પ્રયોગ કરવો. સમભિરૂઢનય કરતાં આ નય વધુ ચુસ્ત છે કારણ કે અર્થ અહીં પદાર્થની હકીકતમાં જે સ્થિતિ હોય તે સ્થિતિને જ અનુલક્ષે છે. વ્યુત્પત્તિમૂલક અર્થ કે સામાન્ય અર્થ કરતાં ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org