Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar
View full book text
________________
૨૯
આ પરથી સ્પષ્ટ થાય છે કે સ્વાદ્વાદ માત્ર ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરેલાં જ્ઞાન સાથે જ સંકળાએલું છે. નયવાદની ચર્ચા વખતે જણાવ્યું છે કે અભિગમની વિવિધ રીતેને સમજી શકાય તેમ તેમનું પૃથક્કરણ પણ કરી શકાય. આ બધી રીતનું સંશ્લેષણ સ્યાદ્વાદમાં પાયારૂપે છે. આમ સ્યાદ્વાદ નયવાદના પરિણામરૂપે છે. નયવાદ વિશ્લેષણાત્મક અને મુખ્યત્વે ભાવાત્મક છે તે સ્યાદ્વાદ સંશ્લેષણાત્મક અને મુખ્યત્વે શાબ્દિક છે. એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે (૧) અસ્તિનાસ્તિને સંબંધ સત્તાજગત પૂરત, એક જ દ્રવ્ય પુરતો મર્યાદિત છે (૨) અસ્તિત્વ ન ધરાવતી વસ્તુને સિદ્ધાંત લાગુ પડતો નથી.
આ સિદ્ધાંતની રચના સાત ક્રમમાં કરવામાં આવી છે. (૧) સ્થાવત, (હોઈ શકે છે) (૨) સ્થાારિત (ઈ શકે કે નથી) (૩) ચાતિ જાતિ (ઈ શકે, છે અને નથી) (૪) ચાહવવ્યમ્ (હોઈ શકે કે પણ અવાચ્ય-ન કહેવાય એવું છે) (૫) સ્થાપ્તિ ૨ યવક્ટ્રમ્ (હોઈ શકે કે છે પણ અવાચ્ય છે) (૬) ચાન્નતિ ચાવમ્ (હોઈ શકે, નથી અને અવાચ્ય છે) (૭) સ્થાપ્તિ જ નાસ્તિ ર સવવ્યમ્ (હોઈ શકે છે અને નથી અને અવાચ્ય છે).
એક ઉદાહરણ ઉપલાં કથનોને સ્પષ્ટ કરશે. અસ્તિ, નાસ્તિ અને અવતવ્યમ એ ત્રણ અભિવ્યકિતના સ્થાનવિનિમય દ્વારા સાત વિધાનને ઉભવ થાય છે. આમાં સ્વાતું બધામાં સાધારણ છે. જ્યાં વિધાન સાદું છે ત્યાં તે વસ્તુ સાથે સંબંધ ધરાવે છે. જ્યાં તે સંકીર્ણ છે, ત્યાં વસ્તુનાં દ્રવ્યગુણ, સ્થળ અને સમય વગેરેથી સાપેક્ષ છે. દા. ત. માટીનું પાત્ર અને વસ્ત્ર જેવું બીજું દ્રવ્ય લઈએ. પહેલું વિધાન લેતાં, પાત્ર, માટીનાં બનેલાં તરીકે અસ્તિત્વ ધરાવે છે. બીજાં પ્રકારનું વિધાન જોઈએ કે સેનાની કે બીજી કોઈ ધાતુનાં પાત્ર તરીકે તે અસ્તિત્વ ધરાવતું નથી. બીજા પ્રકારનાં વિધાનનું તાત્પર્ય પહેલાં વિધાનના સંદર્ભમાં વિરોધ કરવાનું નથી. તાત્પર્ય એટલું જ છે કે પાત્ર અસ્તિત્વ તો ધરાવે જ છે, પણ ધાતુનાં પાત્ર તરીકે નહીં. ત્રીજું વિધાન, અસ્તિત્વ અને અભાવની સહભાવની સ્થિતિને નિર્દેશ કરે છે. દેખીતી નજરે આમાં વિરોધ છે એવું કહી શકાય પણ તર્કની દષ્ટિએ પરીક્ષા કરતાં સમજાશે કે તે બે વિધાન અને બે અવસ્થાઓ સાથે સંબંધ ધરાવે છે. માટીનાં પાત્રના અર્થમાં તે અસ્તિત્વ ધરાવે છે પણ સોનાના પાત્રના અર્થમાં તેનું અસ્તિત્વ નથી. આ પ્રકારના સંયુક્ત કથનમાં કોઈ વિરોધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288