Book Title: Jain Darshan
Author(s): T K Tukol, Chitra P Shukl
Publisher: Sardar Patel University Vallabh Vidyanagar

View full book text
Previous | Next

Page 235
________________ ૨૧૮ પાંચ વ્રત, દશ ગુણ, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિઓ, બાર અનુપ્રેક્ષાઓ અને વિવિધ સંતાપની સહિષ્ણુતા પાછળ મન અને દેહનું નિયમન કરવાને અને જીવને કર્મબંધનમાંથી મુક્ત કરવાને જ ઇરાદો છે. સાંસારિક જીવન આપણે પોતે જ સર્જેલી દુ:ખ અને વિટંબણાની પરંપરા છે. સમત્વપૂર્ણ મનથી, નીતિનિયમથી અને આચારનાં સમત્વથી તેમને સહન કરવા માટે વિશ્વાસભર્યો અને અસરકારક અવકાશ મળી રહે છે, તેમજ જીવનપ્રવાસમાં આપણી સામે આવી પડતાં કર્મોનાં ઉપશમન માટે પણ અવકાશ મળી રહે છે. નીતિના અને મનના આચારોને શુષ્ક અને જીવનના આનંદ ઉપર ચિંતનાત્મક બંધન મૂકતા ગણીને હળવા હૃદયથી તેમની અવગણના ન કરવી જોઈએ. બધા જીવોનાં ધ્યેય તરફ શાંતિપૂર્વક અને સુખપૂર્વક ગએલા મહાન જીવના મૂર્ત અનુભવ તરીકે શ્રદ્ધાપૂર્વક તેમને સ્વીકારી લેવા જોઈએ. મેહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મોને તેમજ અનરાય કર્મોને વિનાશ થતાં સર્વજ્ઞત્વ પ્રાપ્ત થાય છે. વ્યક્તિએ પ્રાપ્ત કરેલા આત્મસંયમના પ્રમાણમાં મોહનીય કર્મોનો ક્ષય થાય છે. આત્મસંયમ પૂરો અને પૂર્ણ હોય, ત્યારે વિચારપ્રવૃત્તિ શુદ્ધ બને છે અને અશુભ કર્મોનાં ફળને તેમજ સમયને ઘટાડે છે. ક્રોધ, લોભ, માન અને મેહ જેવા કષાયોને ક્રમશઃ શમાવવા કે દૂર કરવા વિચારની શુદ્ધિ જરૂરી છે. ચૌદ અવસ્થાઓમાંથી જીવના પ્રવાસનું આગળ થએલું નિરુપણ, જીવની આધ્યાત્મિક કોષ્ઠતા તરફ ક્રમશ: ઉન્નતિ દર્શાવે છે. મેહનીય કર્મ ચાલુ હોય, ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ શકય નથી. આધ્યાત્મિક પ્રગતિનું રહસ્ય ચાર પ્રકારનાં ઘાતિકર્મોનો નાશ છે. આ કામ અઘરું છે પણ શ્રદ્ધા સાથે અને શુદ્ધિપૂર્વક કરવામાં આવે, તો જીવ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી શકે છે. પહેલાં કહેવાઈ ગયું છે કે સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થતાં જીવ અહંતપણાને પ્રાપ્ત કરી શકે છે. ચાર પ્રકારનાં અઘાતિકને પણ ક્ષય થાય, ત્યારે શુદ્ધ જીવ સિદ્ધ બને છે અને સૃષ્ટિનાં શિખર પર નિત્ય આનંદમય થઈને રહે છે. બાહ્ય તપ વ્યકિતને ઇન્દ્રિયોને જીતવામાં, દઢ આત્મસંયમ કેળવવામાં અને જીવથી કર્મદ્રવ્યને છુટું પાડવામાં સહાયક નીવડે છે. આંતર તપ આ પ્રમાણે છે: પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ. પ્રકરણ ૧૬માં સાધુઓના નીતિનિયમોની ચર્ચા કરતાં આ વિષયનું નિરૂપણ થઈ ગયું છે. આ પ્રકારનાં આંતરતપનો ઉદ્દેશ આધ્યાત્મિકતાના સાધકને ચિંતન અને ધ્યાન માટે કેળવવાને છે. બાહ્ય તપશ્ચર્યાથી અનાસક્તિ પ્રાપ્ત થાય છે અને જીવની શુદ્ધિ થાય છે તો આત્યંતર તપ ચાર પ્રકારનાં ઘાતિકમેને પૂર્ણ ક્ષય કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288