________________
દૂર થાય ત્યારે જ સૂર્ય પૂરા તેજ સાથે પ્રકાશી ઊઠે, તેવી રીતે સ્વાભાવિક જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મરૂપી વાદળાં વિખરાતાં, જીવમાં સર્વજ્ઞત્વરૂપ ધારણ કરે છે. સમ્યક્ જ્ઞાન જેટલું જ સમ્યક્ દર્શન પણ જીવનું સ્વાભાવિક લક્ષણ છે. સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન પર આધાર રાખતું હોવા છતાં, જ્ઞાન અને દર્શન વચ્ચેના કાર્યકારણસંબંધ સ્પષ્ટ છે કારણ કે બુદ્ધિભરી શ્રદ્ધા બૌદ્ધિક પૂછપરછ કે અન્વેષણની અપેક્ષા રાખે જ છે. આમ જ્ઞાન અને દર્શન બંને પરસ્પરના આધાર છે.
૧૪૫
ઇન્દ્રિયો અને મન, જ્ઞાનની પ્રાપ્તિ માટેનાં માધ્યમ છે તેા નૈતિક અને આધ્યાત્મિક જ્ઞાન આત્મસાત્ કરવા માટે ધર્મગ્રંથા અત્યંત મહત્ત્વના છે. તેમનું નિષ્ઠાપૂર્વકનું અધ્યયન માત્ર આપણા દૃષ્ટિકોણ અને ચારિત્રને જ ઘડતું નથી પણ આખાં જીવનને સાર્થક બનાવવા અને નિશ્ચિત માર્ગે લઈ જવા માટે મનને સુયોગ્ય રીતે તૈયાર કરે છે. બાર અંગા અને સૂત્રો ધર્મગ્રંથામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પરંતુ તેમનાં પ્રામાણ્ય વિષે દિગંબરો અને શ્વેતાંબરોમાં મતભેદ છે. તે ઉપરાંત ઘણા પ્રતિષ્ઠિત આચાર્યએ અમૂલ્ય સાહિત્યનું વિપુલ સર્જન કરીને જૈન ધર્મનાં આધ્યાત્મિક વારસાને સમૃદ્ધ કર્યો છે. સામાન્ય માણસેાને સમજાય એવી સાદી શૈલીમાં આ ધર્મગ્રંથ જૈન દર્શનનાં સમગ્ર તત્ત્વોને આવરી લે છે.
જૈન ધર્મના આદેશ છે કે સમ્યક્ દર્શન પ્રાપ્ત થતાં જ ઉગ્ર તપ અને સાધના દ્વારા શ્રેષ્ઠ જ્ઞાન-સર્વજ્ઞત્વને પ્રાપ્ત કરવા પ્રયાસ કરવા. ઘાતિકોને સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે જ આ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાનના સંબંધ દીપક અને તેના પ્રકાશ જેવા છે. દીપક અને તેના પ્રકાશ સાથેસાથે હાવા છતાં પ્રકાશ થાય તે માટે તેલ અને વાટ જરૂરી છે. તેવી જ રીતે, સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થાય તે પહેલાં અખૂટ વિશુદ્ધિ અને જિજ્ઞાસારૂપી તેલ હાવાં જોઈએ. ધર્મગ્રંથો જેવાં જ્ઞાનનાં પ્રાપ્તિસ્થાના તેમ જ ઉપાધ્યાય અને સંતાનાં આખ્યાના તે વાટ છે. ભાવપૂર્વકનું અધ્યયન અને ખંત દીવા પ્રગટાવવા બરાબર છે. આ બધું હોય તે જ જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત થાય.
વ્યવહાર નય અનુસાર, મૂળ તત્ત્વા જાણવા માટે સતત પ્રયત્ન કરવા જરૂરી છે; શંકાથી મન ઘેરાતું હોય, તે વધારે સારી સમજ પ્રાપ્ત કરી શંકાઓ દૂર કરવી જોઈએ. જો વિકૃતિ હોય તો તેનું મૂળ કારણ દૂર કરવું જોઈએ અને જો અસ્પષ્ટતા હોય, તેા જ્ઞાની સંતો અને આચાર્યો સાથે ચર્ચા કરી, વધુ અધ્યયન દ્વારા ચિંતન અને વિચારોને શુદ્ધ કરવાં જોઈએ.
.—૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org