________________
૧૭૨
કઠોરવ્રત–મહાવ્રતનું પાલન કરે છે. સ્થળની આ મર્યાદાની ચાલુ સભાનતાને પરિણામે અણુવ્રતોનાં પાલનમાં વધુ ચોકસાઈ આવશે. અમૃતચંદ્રના મતાનુસાર, આ વ્રત અમુક સમય સુધી પાળવાનું હોય છે અને તેટલા વખત સુધી ગામ, બજાર, શેરી કે ઘરથી આગળ જવાનું હતું નથી.
સમંતભદ્ર કહે છે કે જે અણુવ્રતનું પાલન કરવા ઇચ્છે છે, તેણે પ્રત્યેક દિવસે માત્ર પ્રવૃત્તિને સમય જ ઘટાડવાનો હોતો નથી, પણ તે નક્કી કરેલાં ક્ષેત્રની મર્યાદા પણ ઘટાડવાની હોય છે. સમય અને ક્ષેત્રની મર્યાદા દ્વારા અણુવ્રતના સાધકને મહાવતનાં પાલનનો લાભ પણ મળશે. આ વ્રતના પાંચ અતિચારોનો તે નિર્દેશ કરે છે : (૧) છેષણ –પોતે નક્કી કરેલી મર્યાદાની બહાર નોકર, મિત્ર કે પુત્રને કોઈ કામ સોંપવું. સાધક, બીજાને મર્યાદાની બહાર જવા કહેવાથી, જીવોને હાનિ પહોંચાડીને વ્રતનું ઉલ્લંઘન કરે છે. (૨) શબ્દ–પિતાની ઇચ્છિત વસ્તુ કરાવવાની આશાએ મર્યાદાની બહાર રહેલા લોકોનું ધ્યાન, અવાજ કરી ખેંચવું. (૩) નયન–મર્યાદાની બહાર રહેલી વસ્તુઓ બીજા પાસે મંગાવવી. (૪) gifમવ્યતિ–મર્યાદા બહાર રહેલી વ્યકિતઓ સાથે વ્યવહાર કરવા નિશાની કે ચેષ્ટાઓનો ઉપયોગ કરવો (૫) કુ ક્ષે –પથ્થર ઇંટ, કે માટીના ઢેફા જેવી મૂર્ત વસ્તુ, મર્યાદા બહાર રહેલી વ્યક્તિનું ધ્યાન ખેંચવાના હેતુથી ફેંકવી.
૨. સામાણિ. મનનું સમત્વ પ્રાપ્ત કરવાના તેમજ જીવનમાં સાચાં સ્વરૂપ પર ચિંતન એકાગ્ર કરવાના વ્યાયામ તરીકે આ વ્રતના પાલન ઉપર શ્વેતાંબર તેમજ દિગંબર બંને સમ્પ્રદાયોએ ભાર મૂકે છે. સમંતભદ્ર વ્યાખ્યા આપે છે કે “સ્થાનની મર્યાદા વગર, નિશ્ચિત સમય માટે મન, વિચાર અને કાર્યનાં પાંચ પાપ કરવામાંથી સંપૂર્ણ રીતે અટકી જવું.' તેમના મત પ્રમાણે આ વ્રત દેરાસરમાં, ઘરમાં, બાગમાં, કે મન શકિત અને સુખ અનુભવે એવી કોઈ પણ જગ્યાએ, કાયોત્સર્ગ સ્થિતિમાં ઊભા રહીને અથવા પદ્માસનમાં બેસીને કરવાનું હોય છે. આ વ્રતનું પાલન પાંચ આણુવ્રતના પાલનને પૂર્ણતા આપે છે, કારણ કે વ્યાવસાયિક કે શારીરિક દરેક પ્રકારની પ્રવૃત્તિઓથી ગૃહસ્થ તે સમયે મુક્ત હોય છે.
- અમૃતચન્દ્ર કહે છે કે આ વ્રતનું પાલન, પ્રત્યેક પ્રાણી પ્રત્યેના રાગદ્વેષથી મુક્ત મન સાથે, સંપૂર્ણ સમત્વ સાથે, તવોનાં સ્વરૂપ પર ધ્યાન રાખી કરવામાં આવે તો આત્મસાક્ષાત્કાર થાય છે. સવારે અને સાંજે આ વ્રત કરવું જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org