________________
૧૨૭
વલણ ધરાવે છે અને વધુ વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. સંપૂર્ણ સંયમને અભાવ હોવાથી, તે સમ્યક ચારિત્રના નિયમોનું માત્ર આંશિક રીતે પાલન કરે છે. આ કક્ષામાં આધ્યાત્મિક પ્રગતિ ઉપરાંત ચારિત્ર એટલે કે ધર્મગ્રંથોએ આદેશેલા નિયમોના પાલન પર ભાર મૂકવામાં આવ્યો હોય છે. અગિયાર પ્રતિમાઓને સમાવેશ અહીં જ થઈ જાય છે.
પોતે સમ્યક દર્શન ધરાવતા હોવાથી મનુષ્ય કષાયો પર અંકુશ રાખે છે અને બીનજરૂરી પાપ કરતા નથી. જંગમ જીવોની તે હિંસા કરતો નથી અને સ્થાવર જીવોની પણ તે વિના કારણે હિંસા કરતો નથી. તે જિનનો પૂર્ણ ભક્ત હોય છે અને વ્રત ધરાવતો (વિરત) પણ હોય છે અને વ્રત ન ધરાવતા (અવિરત) પણ હોય છે. એ જો જંગમ જીવોની હિંસા કરે, તે જીનશાસનમાં તેને શ્રદ્ધા નથી એવું ગણાય.
१. प्रमत्तविरत આ કક્ષાએ મનુષ્ય સમ્યક દર્શન ધરાવે છે અને ચારિત્રના બધા નિયમો પાળવા તે પ્રયત્નશીલ રહે છે, જો કે તેની વિચારપ્રવૃત્તિ લગભગ બધા કર્મદ્રવ્યને ક્ષય અને ઉપશમ કરી ચુકી હોય છે, છતાં ક્ષય થવામાંથી બાકી રહેલાં અલ્પ કર્મદ્રવ્ય તેમજ ગૌણ કષાયોની (નેકષાયોની) પ્રવૃત્તિને કારણે વ્રતનું સંપૂર્ણ પાલન કરવામાંથી એ અટકી જાય છે. સંજવલન કષાય એટલે એવા કષાયો જે પૂર્ણત્વ મેળવવામાંથી પૂર્ણ સમ્યક ચારિત્રને અવરોધે છે. આ કષાયો તે ક્રોધ, માન, માયા અને લોભ. આવા જ અવરોધક નોકષાય પણ છે. નોકષાય નવ છે : હાસ્ય, રતિ, અરતિ, સોયા, મય, નાણા, ત્રીવેર, પુષવે અને નપુંસવે. આવા કષાયોનો સંપૂર્ણ ક્ષય બાકી હોવાથી વ્રતપાલનમાં બેદરકારી અથવા અપૂર્ણતા રહે છે. તેથી આ વ્રતને “વ્રત (વિરત) માં પ્રમાદ (બેદરકારી) એવું નામ આપવામાં આવ્યું છે. વ્રત પાલન માટેનો સંયમ જાળવવા વ્યક્તિ પ્રયત્નશીલ હોય છે પણ સાંસારિક વિષયોની આસકિતને સંપૂર્ણ ત્યાગ ન થયો હોવાથી તૃષ્ણા અને આવેગોને કારણે વિદનો નડયાં કરતાં હોય છે. વાસ્તવિક રીતે આ સાધુની અવસ્થા છે.
સૌથી નીચી કક્ષામાં સાધુ જે અઠાવીસ મૂળ ગુણો ધરાવતો હોય છે તે બધા ગુણો આ કક્ષાનો સાધુ ધરાવે છે. અધ્યાપન, ધર્મગ્રંથોનો ઉપદેશ, પુસ્તકોનું વાંચન અને લેખન જેવાં પોતાનાં કર્તવ્યો તે કરતે હોય છે અને શિષ્યોન આચાર અને શિસ્તનું પણ તે ધ્યાન રાખતા હોય છે. સ્ત્રી, ભોજન, રાજનીતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org