________________
૧૧૯
દર્શન, આત્મનિગ્રહ અને આંતરશકિતને સહાયક થાય છે. સંપત્તિ, સત્તા અને તંદુરસ્તી જેવી સાંસારિક પ્રાપ્તિ પુણ્યનાં ફળરૂપ હોય છે. પુણ્ય જ મનને ધર્મને વળગી રહેતાં શીખવે છે.
પાંચ વ્રતનાં પાલન, તપશ્ચર્યા અને બીજી ધર્મક્રિયાઓથી ભાવપુણ્ય અને દ્રવ્યપુણ્યની પ્રાપ્તિ થાય છે. વિવિધ પ્રકારનાં દાન પણ પુણ્યને ઉપકારક હોય છે. ગૃહસ્થનાં દૈનિક કર્તવ્યોમાં દાનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. દાન, ભજન, ઔષધ, ઉપકરણો અને આશ્રયનું દાન કરવાને ધર્મગ્રંથને આદેશ છે. દાન આપતી વખતે દાતાનાં દેહ, મન અને વચન શુધ્ધ હોવાં જોઈએ. દાન ગ્રહણ કરનાર વ્યકિતની પાત્રતા પણ તેણે ધ્યાનમાં લેવી જોઈએ. તેની મનોવૃત્તિ નારાજી, વિષાદ કે સંતાપ રહિત હોવી જોઈએ. મન પ્રસનન અને સાંસારિક સુખ માટેનો કોઈ બદલે લેવાની ઇચ્છા વગરનું હોવું જોઈએ. ઉપકરણો એટલે સાધુઓ માટે વસ્ત્રો અને શ્રમણો માટે મયૂરપિચ્છના રજોણા. આ ચાર દાન ઉપરાંત વિદ્યાદાન, નિરાધારને આશ્રયનું દાન, વગેરે પણ થઈ શકે. પોતાની સંપત્તિ જિનપ્રતિમાઓ તૈયાર કરાવવામાં, મંદિરના બાંધકામમાં યોગ્ય વ્યકિતને ધર્મગ્રંથનું વિતરણ અને ધર્મસંસ્થાના સભ્યો તેમજ સામાન્ય જનેને ભિક્ષા આપવામાં ખચાય તેને વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
મુનિ સુશીલકુમારે નવ પ્રકારનાં પુણ્ય ગણાવ્યાં છે. ખાદ્ય, પેય (તરસ્યાંને પાણી), આશ્રય, શય્યા, વસ્ત્ર વગેરેનાં દાન, શુભ વિચાર, મધુર વાણી, બીજાને મદદ કરવી અને વંદન. દાન આપવામાં અને બીજાને મદદ કરવામાં જૈન દર્શનના અનુયાયીઓ અને જૈન સાધુઓને પ્રથમ પસંદગી આપવી જોઈએ.
પુણ્યનાં ફળ વિવિધ પ્રકારનાં હોય છેઃ ઊંચી ગતિમાં જન્મ, પ્રતિષ્ઠિત કુળમાં જન્મ, ઇચ્છાઓનો અભાવ, દરેક પ્રકારના દ્રવ્યપરિગ્રહોને અભાવ, સુંદર અને નિરોગી દેહ, તેમજ પ્રભાવશાળી વ્યક્તિત્વ, કોઈ પણ પ્રકારના રોગમાંથી મુકિત, અને આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે એવો જન્મઆ બધાં પુણ્યનાં ફળ છે.
પોતાના વિચાર, વાણી અને વર્તનને કારણે પિતાને જે દુઃખ સહન કરવું પડે તેને પાપ કહે છે. દરેક સચેતન પ્રાણી પિતાનાં પાપનું ફળ અનુભવે છે. (પાપની) પ્રવૃત્તિઓ તેર પ્રકારની હોય છે. (૧) પિતાના હેતુ માટે (૨) પિતાના અંગત સ્વાર્થ વગર (૩) વધ કરીને (૪) અકસ્માતથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org