________________
પ્રકરણ ૧૦ નવ પદાર્થો
જેન તત્ત્વવિદ્યાનો મૂળ સિદ્ધાંત એ છે કે જીવ અને અજીવ એટલે કે ચેતન અને અચેતન એવાં બે દ્રવ્યોનું બનેલું વિશ્વ સત્ય છે. ભારપૂર્વક આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “અજીવ’ એક વ્યાપક સંજ્ઞા છે અને પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ એ તેના પેટા વિભાગે છે. જીવ અને અજીવ સાત તત્ત્વોનાં મૂળમાં છે. સાત તેની સંપૂર્ણ સમજ, સમ્યકજ્ઞાન અને સમ્યગ દર્શન માટે અત્યંત જરૂરી છે. અનાદિકાળથી જીવ કર્મ સાથે સંયુકત થએલો હોવાથી જીવનું સાચું જ્ઞાન, મુકિતની પ્રક્રિયા અને જેને સાક્ષાત્કાર કરવાનો છે તે અંતિમ ધ્યેયનું સ્વરૂપ, એ બધાનું જ્ઞાન, મેક્ષપ્રાપ્તિ કરી શકાય એવા જીવન માટે અનિવાર્ય છે. ઘણા જીવો એક જન્મમાંથી બીજા જન્મમાં ભટકયાં કરે છે. કારણ કે તેઓ જીવ અને અજીવને ભૂલથી એક માની લે છે. આને કારણે આજુબાજુની વસ્તુઓ અને વ્યકિતઓ સાથે અનેક ભ્રમભરેલી આસક્તિ થાય છે.
- મિથ્યાજ્ઞાનથી ઉદ્ભ્રાંત બનેલ મનુષ્ય બધા ભૌતિક પદાર્થો પોતાના હવાને દાવો કરે છે અને જીવના સાચા સ્વરૂપને ભુલી જાય છે. જીવના વિશુદ્ધ ગુણો અસ્પષ્ટ બની જાય છે. જીવમાં કર્મદ્રવ્યના આસવ તેમજ તેના બંધ વિશેની ચર્ચા જૈન દર્શનનાં સાત તમાં થઈ ગઈ છે. આ સાત તત્ત્વોમાં જો પાપ અને પુણ્ય ઉમેરવામાં આવે તે નવ પદાર્થો થાય છે.
કુન્દકુન્દ કહયું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ–એમ નવ પદાર્થો છે. પદાર્થ માટે યોગ્ય પર્યાય શેધ મુશ્કેલ છે પણ શ્રીમતી સ્ટીવન્સન નવ પદાર્થોને મૂળ સત્યના નવ વર્ગો એવું નામ આપે છે.
સાત તનું નિરૂપણ કરતાં શુભ અને અશુભ વિચારો કર્મના ઉત્પાદક છે એ ઉલ્લેખ થઈ ગયો. પુણ્ય અને પાપ બને એવા પ્રકારનાં કર્મો છે, જે અનુક્રમે શુભ અને અશુભ વિચારોથી ઉત્પન્ન થાય છે. શુભ વિચારો અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org