________________
૯૨
આથી ઊલટું, ઋજુ પ્રવૃત્તિ, પ્રામાણિકતા અને નિષ્કપટ સ્વભાવ, શુભ દેહ આપતાં નામકર્મોના પ્રવાહને ઉદ્ભવ કરે છે. પ્રમાણિક અને માનવતા ધરાવતા મનુષ્યોને સદ્ગણી મનુષ્યો પ્રત્યે આદર હોય છે. તેઓ પવિત્ર અને નિર્મળ સંતનું સન્માન કરે છે. આવા મનુષ્યોને સાંસારિક જીવનનાં દુઃખેને ખ્યાલ હોય છે તેથી તેઓ આચારવિચારમાં ખૂબ કાળજી રાખે છે.
શુભ દેહ આપતાં કર્મોના નિર્દેશ ઉપરાંત, ત્રણે જગત પર વિજય અપાવે એવાં નામકર્મોના પ્રવાહના કારણરૂપ વિચાર અને આચારની પણ વિગતવાર ગણતરી કરવામાં આવી છે. આવાં કર્મોથી ત્રણે ભુવનમાં વિજય મળે છે. ઉમાસ્વામીના મત પ્રમાણે તીર્થકર નામકર્મને પ્રવાહ સેળ પ્રકારનાં વ્રતના પાલનથી ઉદ્ભવે છેઃ ભકિતયુક્ત શુદ્ધ સમ્યગ દર્શન, કોઈ પણ જાતના અતિચાર વિનાનું વ્રત અને અનુવ્રતનું પાલન, જ્ઞાનની અવિરત શોધ, સંસારચક્રને સતત ભય, દાન, યથાશકિત તપશ્ચર્યા, સાધુઓનાં સમત્વને માટે પ્રતિકૂળ એવાં વિદોનું નિવારણ, દુ:ખ કે અનિષ્ટ દૂર કરીને પુણ્યશાળી જનની શુકૂષા, સર્વજ્ઞ ભગવાન આચાર્યો અને ઉપાધ્યાયો તેમ જ ધર્મગ્રંથો પ્રત્યે ભકિત, છ દૈનિક કર્તવ્યોનું પાલન, સર્વજ્ઞના આદેશને પ્રચાર અને પોતાના બાંધ પ્રત્યે પ્રેમ. આત્માને મુકિત અપાવે એવું સમગ્ર નીતિશાસ્ત્ર અને આધ્યાત્મિક ક્રિયાઓને આ આખું ક્ષેત્ર આવરી લે છે.
નામકર્મના વિવિધ પ્રકાર હોય છે. મસ્તક, છાતી, પીઠ, હાથ, પેટ અને પગ જેવા શરીરના વિવિધ ભાગો સાથે તે સંબંધ ધરાવે છે. ઉપનામ કર્મ પાંચ ઈન્દ્રિયો અને મુખ્ય ભાગ સાથે સંકળાયું છે. કપાળ, ખાપરી, તાળવું, ગાલ, દાઢી, દાંત, હોઠ વગેરેનો આકાર પાનામકર્મના પ્રવાહને કારણે છે. નામકર્મનાં જુદાં જુદાં સ્વરૂપ સ્નાયુ, બાંધો, અંગેના આકાર, અને પ્રમાણ, શરીરના રંગ, સ્પર્શના પ્રકાર, અને સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. એકવીસ પ્રકારનાં પ્રતિનામકર્મો દેહના પ્રકાર અને વિશિષ્ટતાઓ સાથે સંબંધ ધરાવે છે.
ગોત્રકર્મ ગોટાકર્મ ત્રીજા પ્રકારનું અઘાતિ કર્મ છે. તેને કારણે કુળને મોભે, રાષ્ટ્રીયતા વગેરે નકકી થાય છે. આધુનિક જીવવૈજ્ઞાનિકો આનુવંશિકતાના સિધ્ધાંતને મનુષ્યની તેમ જ પ્રાણીઓની જીંદગીમાં કામ કરતો બતાવે છે. મા અથવા પદ નક્કી કરતાં કર્મો બે પ્રકારનાં છે: (૧) ઉચ્ચ પદ નક્કી કરતાં કર્મ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org