________________
૭૩
પૂર્વ કહેવાઈ ગયું છે કે સામાન્ય રીતે જગતમાં આપણે જીવને કોઈ આકારમાં જોઈએ છીએ, પરંતુ નિશ્ચયનય પ્રમાણે જીવને રૂપ નથી. તેને વર્ણ સ્વાદ, દાણ કે સ્પર્શ નથી. સ્વભાવે જીવ અદશ્ય છે. પુગલ અથવા કર્મદ્રવ્યના સંયોગને કારણે તે દશ્ય બને છે. જીવ જ્યારે પુગલના બંધનમાં હોય, ત્યારે જ આપણે તેને રૂ૫, સ્પર્શ, સ્વાદ, ઘાણ અને વર્ણ ધરાવતે જોઈએ છીએ. કર્મદ્રવ્યના બંધનમાં રહેલા અને પુનર્જન્મ અનુભવતા જીવ સંસારી જીવ કહેવાય છે. જીવ કર્મફળને ભોક્તા હોય છે.
જીવ રૂપરહિત છે પણ મૂર્ત હોય ત્યારે તે દેહ જેટલો જ વિસ્તાર ધરાવે છે. તે ઊર્ધ્વગતિ ધરાવે છે. જીવ નાના કે મોટા દેહમાં હોઈ શકે. વેદાન્તીઓ આ મતની ટીકા કરે છે. તેઓ માને છે કે એક જ જીવ માખીના શરીરમાં પણ હોય અને હાથીના શરીરમાં પણ હોય. આ શક્ય નથી. પિતાના મતના સમર્થનમાં જૈને દીવાનું ઉદાહરણ આપે છે. દીવાને નાના પાત્રમાં મૂકવામાં આવે કે મોટા ખંડમાં મૂકવામાં આવે તે પણ પોતાના પ્રકાશથી તે આખું સ્થળ ભરી દે છે. જે દેહમાં પોતે રહ્યો હોય તે દેહના પરિમાણ પ્રમાણે જીવ સંકોચાય છે કે વિસ્તાર પામે છે. આ વ્યવહારનય છે. નિશ્ચયનય પ્રમાણે લોકાકાશના અગણિત પ્રદેશમાં જીવ રહે છે. ઊર્ધ્વ ગતિ ધરાવવામાં તેનાં લક્ષણ વિષે પંચાસ્તિકમાં કહેવાયું છે કે
જ્યારે જીવ કર્મની અશુદ્ધિમાંથી મુક્ત થાય છે ત્યારે લોકના છેડા તરફ ઊર્ધ્વ ગતિ કરે છે. સિદ્ધશિલાની ચર્ચા વખતે આ મુદ્દાનો વિચાર થઈ ગયો છે.
સંસારી જીવોના બે વર્ગો પાડવામાં આવ્યા છે : સમનસ્ક અને અમનસ્ક. મન દ્રવ્યરૂપ છે અથવા ભાવરૂપ છે. જૈન ચિંતકોના મત પ્રમાણે મન અતિન્દ્રીય છે. બીજી ઇન્દ્રિયો બાહ્ય છે જ્યારે મન આંતર છે. મન કઈ પણ વિષયના સીધા સંસર્ગમાં આવતું નથી. તે ઇન્દ્રિય વડે ગ્રહણ કરાએલા વિષયને બોધ કરે છે. દ્રવ્યરૂપ મને પુદ્ગલના અણુઓનું, મનના આકારમાં થએલું રૂપાંતર છે. ભાવરૂપ મન જીવની શુદ્ધિનું પરિણામ છે. મન ધરાવતાં પ્રાણીઓ ઈષ્ટ અને અનિષ્ટનો વિવેક કરવાની શક્તિ ધરાવે છે.
સંસારી જીવેના બે વર્ગો છે : ત્રસ (ચલ અથવા ગતિશીલ) અને સ્થાવર (અગતિશીલ). આ ભેદ કર્મફળ પર આધાર રાખે છે, ગતિ ધરાવવા કે ન ધરાવવા પર આધાર રાખતા નથી. માત્ર એક જ ઇન્દ્રિય ધરાવતા–માત્ર સ્પર્શની જ ઇન્દ્રિય ધરાવતા સ્થાવર જીવો અનેક પ્રકારના છે, જ્યારે ત્રાસ જીવોના વર્ગીકરણનો આધાર તેમની ઇન્દ્રિયોની સંખ્યા પર છે. તેઓ બે, ત્રણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org