________________
૫૮
કુરાનમાં વિશ્વની સૃષ્ટિ અંગેની મુસ્લિમ માન્યતા Genesisની વાત પર આધારિત છે. ઈશ્વર અથવા અલ્લાએ બે દિવસમાં પૃથ્વી બનાવી અને તેના પર ઊંચા પહાડો મૂક્યા. તેણે આશિષ આપી અને ચાર દિવસમાં સૌને ઇચ્છા પ્રમાણે ભેજન આપ્યું. સ્વર્ગની સૃષ્ટિ તેણે બે દિવસમાં પૂરી કરી.
જૈન વિશ્વવિદ્યા વિશ્વને છ દ્રવ્યોનું બનેલું માને છે. વિશ્વ સત્ય છે અને જીવ તેમજ અજીવનું બનેલું છે. વિશ્વ ગતિશીલ છે. તે સ્થિર નથી. તે સતત પરિવર્તનશીલ છે અને વિકાર કે ક્ષય અનુભવે છે. આ વિચારના મૂળમાં રહેલા સિદ્ધાંત સાચા અને વૈજ્ઞાનિક છે. ન્યૂટનના સમયથી ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંત બદલાયા કરે છે. આ ક્ષેત્રમાં એટલાં બધાં નોંધપાત્ર પરિવર્તનો થયાં છે કે સામાન્ય વિચારક સાપેક્ષવાદના સિદ્ધાંતની ગુંચવણથી જ મુંઝાઈ જાય. સાપેક્ષવાદે દળ, કાળ અને આકાશ અંગેના મૂળ વિચારોમાં ક્રાંતિ આણી. વિશ્વનાં રહસ્યો પામવા માટે તેણે એક નવી દષ્ટિ આપી છે.
જેન આચાર્યોએ દ્રવ્યના જીવ અને અજીવ અથવા જડ અને ચેતન એવા બે મોટા ભાગ પાડ્યા છે. અજીવના તેમણે પાંચ વિભાગો પાડ્યા : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
જીવ સત્ય છે અને તેનું મુખ્ય લક્ષણ ચૈતન્ય છે. તેને રૂપ નથી. તે ઉપયોગનો ગુણ ધરાવે છે. ઉપયોગનો ગુણ જ્ઞાન અને દર્શનનો બનેલો છે. જીવ બધાં કાર્યોને કર્તા છે. તે દેહ જેટલું પરિમાણ ધરાવે છે. નાના કે મોટાં સૌ કોઈના દેહનું પરિમાણ કર્મના પરિણામરૂપ હોય છે. માતાના ગર્ભમાં જીવ અત્યંત સૂક્ષ્મ પરિમાણમાં હોય છે. તેમાંથી બહાર આવે ત્યારે તે મોટું પરિમાણ ધારણ કરે છે અને પાર્થિવ જીવન પૂરું થતાં તે સંકુચિત થાય છે અને નવાં બીજ રૂપે પુનર્જીવિત થાય છે. આ પરથી નક્કી થાય છે કે જીવનું પરિમાણ નિશ્ચિત હોઈ ન શકે. આધુનિક વિજ્ઞાન જીવનને જીવદ્રવ્ય કે જીવિત કોષ સાથે એકરૂપ માને છે. બાહ્યબળની અસરથી જીવદ્રવ્ય સંકુચિત થવાને ગુણ ધરાવે છે તે જાણીતું છે. કર્મદ્રવ્યને કારણે જીવ સુખ, દુ:ખ, જીવન અને મૃત્યુ અનુભવે છે.
પુદ્ગલ શબ્દ જૈન દર્શનને વિશિષ્ટ શબ્દ છે. તેને અર્થ છે દ્રવ્ય અને શકિત. પુદ્ગલને આકાર અને રૂપ હોય છે અને તે સ્પર્શ, સ્વાદ, દાણ અને વર્ણના ગુણો ધરાવે છે પુદ્ગલના વિકારો હોય છે અને આ વિકારો છે ધ્વનિ, સંયોજન, સૂક્ષ્મતા, સ્થૂળતા, આકૃતિ, વિભાજન, અંધકાર, મૂર્તત્વ, પ્રકાશ અને ઉષ્ણતા. પુદ્ગલ શબ્દ વ્યાપક છે અને તેમાં દરેક પ્રકારનાં દ્રવ્યોનો સમાવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org