________________
ઈશ્વર વિષેને સૌથી સામાન્ય ખ્યાલ એ છે કે તે સર્વશ્રેષ્ઠ છે, તેણે જગતનું સર્જન કર્યું છે અને જગત પર તેનું શાસન છે. બધાં પ્રાણીઓનું ભાવિ તેના હાથમાં છે, અને દરેક મનુષ્યનાં સત્કૃત્ય કે દુષ્કૃત્ય અનુસાર તે તેમને સારો બદલ આપે છે અથવા દંડ દે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ કહ્યાં છે:
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥ २१ ॥ स तया श्रद्धया युक्तस्तस्याराधनभीहते । लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥ २२ ॥
“મારો ભક્ત શ્રદ્ધાપૂર્વક ઈશ્વરના જે સ્વરૂપને પૂજવા ઇચ્છે છે તે સ્વરૂપમાં હું તેને અચળ શ્રદ્ધા આપું છું. આ શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવની આરાધના કરે છે અને પિતાનું ઇચ્છિત મેળવે છે. હું જ એ ઇચ્છાઓને પૂર્ણ કરું છું.”
ઇશ્વરના ભ્રષ્ટાત્વના ગુણ અંગે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : “આ સુષ્ટિ કોણે રચી? પ્રભુએ. અંગ્રેજી શબ્દ “God' દ્વારા હું શું કહેવા ધારું છું? સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં જે રીતે એ શબ્દનો પ્રયોગ થાય છે તેના કરતાં ઘણું ભિન્ન–અંગ્રેજીમાં એને માટે બીજો યોગ્ય શબ્દ નથી. એને બદલે હું સંસ્કૃત શબ્દ–“બ્રહ્મ’ને પ્રયોગ કરીશ. આ બધા આવિર્ભાવાનું કારણ તે જ છે. તે નિત્ય છે, નિત્યશુદ્ધ, નિત્યબુદ્ધ, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, પરમકૃપાળુ, સર્વવ્યાપી, નિરાકાર, અખંડ છે. તે આ વિશ્વને સર્જે છે.”
સંસ્કૃતિના આદિકાળમાં અગ્નિ, વાયુ, વરસાદ જેવા પ્રકૃતિનાં પ્રબળ તોને જ મનુષ્ય ઈશ્વર માનતે. પ્રકૃતિનાં અજેય સ્વરૂપનો વિચાર કરતાં તે વિસ્મય પામતો હશે. તેનાં ઘણાં સ્વરૂપોની કલ્પના કરી તેમને તે પૂજાને પાત્ર ગણતો હશે અને વિવિધ પ્રકારનાં નૈવેદ્ય ધરી, તેમજ પશુયજ્ઞ કરી, તે તેમને પ્રસન્ન કરવા ઇચ્છતા હશે. પ્રાચીન યહૂદી ધર્મ યહોવાહને વિશ્વની અષ્ટા માને છે અને આદમ તેમજ ઈવને પ્રથમ માનવો ગણે છે. આનો ઉલ્લેખ કરતાં ઇંગ્લંડના ભૂતપૂર્વ રાજકવિ રૉબર્ટ બ્રિજીસે લખ્યું છે :
“મારા પિતાના વિશેની મારી પોતાની વિચારણા પ્રત્યે મને વિસ્મય ઉપર્યું. મારી વિચારણા પ્રમાણે માણસ પ્રભુની કલ્પનામાં સર્જાયો હતો. મને હજી એવું સમજાયું ન હતું કે મનુષ્યની કલ્પનામાં પ્રભુ સર્જાયા છે. મને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org