________________
પ્રકરણ ૪ ઈશ્વર અને પૂજા વિષેના વિચારે ઘણી વખત જૈન ધર્મની ટીકા કરતાં લોકો તેને નાસ્તિક ધર્મ કહે છે. હિંદુ આસ્તિક દર્શનેમાં માનતા વિવેચકો પોતાના આ મત માટે ત્રણ કારણ આપે છે : જેને ઈશ્વરમાં માનતા નથી; તેઓ વેદના પ્રમાણમાં માનતા નથી; તેઓ પારલૌકિક જીવનમાં માનતા નથી. તીર્થકરોના આદેશ, વૈદિક વિધિઓ, કર્મકાંડો, થશે અને વૈદિક ધર્મમાં પુજાતા અનેકાનેક દેવોની વિરુદ્ધ હોવાથી, જૈન વેદનાં પ્રામાણ્યને સ્વીકારતા નથી તે તો સ્વીકારવું જ રહ્યું.
નાસ્તિક' શબ્દનું અર્થઘટન જુદી જુદી રીતે કરવામાં આવે છે. “અતિ નાપ્તિ મતીતિ' એવાં પાણિનિનાં સૂત્રને એ અર્થ કરવામાં આવ્યો છે કે પરલોક અથવા મૃત્યુ પછીના જીવનને જે સ્વીકારતો નથી તે નાસ્તિક છે. ન્યાયકોશ પ્રમાણે ઈશ્વરના અસ્તિત્વને જે માનતું નથી તે નાસ્તિક છે. મનુએ કહ્યું છે કે વેદોની મહત્તાની જે નિંદા કરે છે તે નાસ્તિક છે (નાસ્તિો વેનિ:). નાસ્તિકતાની ભાવનામાં વેદોના સ્વીકારની વાત આવતી નથી. “વ્યુત્પત્તિ અને રૂઢિ બંને પ્રમાણે નાસ્તિકતા મૂળમાં એક નકારાત્મક ભાવના છે અને ઈશ્વરવિષયક સ્વીકારાત્મક માન્યતાઓના વિરોધની અભિવ્યકિત છે. આસ્તિકવાદ એટલે એવી માન્યતા કે ઇન્દ્રિયગ્રાહ્ય અથવા કલ્પના કે તર્ક દ્વારા અનુમેય, બ્રહ્માંડની બધી હસ્તીઓ પોતાની ઉત્પત્તિ તેમજ સ્થિતિ ટકાવવા માટે જે અનંત, નિત્ય, ચૈતન્યમય, સર્જનાત્મક અને ક્રિયાશીલ ઇચ્છાશકિતના કાર્ય પર આધાર રાખે છે, તે તત્ત્વમાં માન્યતા. પોતાની ઉચ્ચતર અવસ્થામાં આ સ્વયંભૂ સત્ પોતાનાં સત્ત્વ અને સ્વરૂપનો પોતાનાં બુદ્ધિસંપન્ન પ્રાણીઓના વિચાર અને આદર્શોમાં ઉત્તરોત્તર આવિર્ભાવ કરે છે અને તેમની સાથે વ્યકિતગત સંબંધ રાખે છે. પૂર્વાવસ્થામાં આસ્તિકવાદ ઈશ્વરને પ્રત્યેક પરિમિત અને પરતંત્ર હસ્તીઓનાં કારણ અને ભૂમિકારૂપે સ્વીકારે છે પણ આગળ વધતાં તે ઈશ્વરને સર્વવ્યાપી, સર્જક અને સર્વોપરી તેમજ પિતાને આવિર્ભાવ કરતાં તવરૂપે નિહાળે છે.”
મને એવું લાગે છે કે જુદા જુદા ધર્મસ્થાપકોના ઈશ્વર વિશેના વિચારોની જેમ, “આસ્તિકવાદ” શબ્દના અર્થમાં પરિવર્તન થતાં ગયાં હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org