Book Title: Jain Chitrakalpadrum Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 5
________________ ૫ પ્રાથન કારણને લીધે આજની જૈનં પ્રજા, ખાસ કરી જૈન શ્રમણા લેખનકળા અને તેના દરેકે દરેક સાધનના વિષયમાં વધારેમાં વધારે પરિચિત છે. પ્રસ્તુત નિબંધ લખવામાં અમે કેવળ સાંપ્રદાયિક દૃષ્ટિન રાખતાં, અનેક દૃષ્ટિએ અમારી નજર સામે રાખી છે, અને એ દૃષ્ટિએ લખાએલા અમારા આ નિબંધમાં અમે પ્રસંગવશાત અનેકાનેક વસ્તુ ચર્ચી છે. આ નિબંધ લખવામાં અમને અમારા પૂજ્ય વ્રુદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રીકાંતિવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુસ્વયં શ્રી ૧૦૮ શ્રીચgરવિજયજી મહારાજ તેમજ અન્ય મિત્રો અને સ્નેહીએ તરફથી મદદ મળવા ઉપરાંત અનેક વિદ્વાનાના ગ્રંથેના પણ અમે ઉપયાગ કર્યાં છે જેના નિર્દેશ અમે તે તે સ્થળે કર્યો છે. એ સૌના અહીં આભાર માનવાનું અમે વીસરી શકતા નથી. આ બધાયના કરતાં, બનારસ હિંદુ યુનિવર્સિટી જૈન ચેરના અગ્રગણ્ય પ્રોફેસર શ્રીયુત સુખલાલજીના નામને અમે ખાસ કરી વીસરી શકતા નથી, કે જેમણે સન્મતિતર્કની પાંડિત્યપૂર્ણ પ્રસ્તાવના લખતી વેળા પ્રસંગેાપાત જૈન લેખનકળાને લગતી એક વિસ્તૃત પ્રશ્નમાળા અમારા ઉપર મેાકલી હતી, જેને અમે અમારા પ્રસ્તુત નિબંધને છેડે પરિશિષ્ટ રૂપે આપી છે. એ પ્રશ્નમાળાએ અમને પ્રસ્તુત નિબંધને વિભાગશ: તેમજ વિસ્તૃત સ્વરૂપમાં લખવા માટે ખૂબ જ સરળતા કરી આપી છે. ભાઈ સારાભાઈ નવાબ, જેમની સ્નેહભરી પ્રેરણાથી અમે પ્રસ્તુત નિબંધ તૈયાર કર્યાં છે તેમજ જેમણે પ્રસ્તુત નિબંધને લગતાં ચિત્ર વગેરે સાધના માટે ખર્ચના હિસાબ ગણ્યા નથી તેમને અને રા. રા. શ્રીયુત અચુભાઈ જેમણે પ્રસ્તુત નિબંધને ભાષાસરણી વગેરેમાં સંસ્કારયુક્ત કરી શાભાવ્યા છે તેમને અમારા હાર્દિક ધન્યવાદ છે. અંતમાં, અમે આશા રાખીએ છીએ કે આજના જૈન શ્રમણામાં પ્રાચીન લિપિનું અજ્ઞાન, લિખિત પુસ્તક વાંચવા પ્રત્યે કંટાળા, પુસ્તકરક્ષા માટેની બેદરકારી વગેરે દિનપ્રતિદિન જે વધતાં જાય છે તે સદંતર દૂર થવા ઉપરાંત પ્રાચીન જૈનાચાર્ય એ લૂખી સાંપ્રદાયિકતાના વાડામાં પુરાઈ ન રહેતાં વિશ્વના મેદાનમાં ઊભા રહી ભારતીય કલા, સંસ્કૃતિ અને સ્થાપત્યનાં પ્રત્યેક અંગેામાં વ્યાપકદષ્ટિએ વિકાસ અને પવિત્રતાના રંગો પૂરવા માટે જે પ્રકારની સૂક્ષ્મક્ષિકાના ઉપયાગ કર્યો છે તે પ્રકારની સૂક્ષ્મક્ષિકાના ઉપયાગ આજના જૈન સંધ પ્રત્યેક કાર્યમાં કરા; એટલું ઇચ્છી અમે વિરમીએ છીએ. સુનિ પુણ્યવિજય Jain Education International For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 158