Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાકથન છૂટથી અપનાવ્યા છે, સંખ્યાબંધ દિગંબરીય તેમજ જૈનેતર ગ્રંથા ઉપર ટીકાઓ રચી છે અને અતિ વિપુલ પ્રમાણમાં એ સંપ્રદાયાના સાહિત્યને સંગ્રહ પોતાનાં પુસ્તકાલયેામાં કર્યો છે; જ્યારે દિગંબર આચાર્યોએ જૈનેતર સાહિત્ય વગેરે ઉપર ટીકાદિ રચવાં, તેને ઉદારતાથી સાહિત્યસર્જનમાં ઉપયેાગ કરવા તેમજ પેાતાના ગ્રંથાલયેામાં એ સાહિત્યને છૂટથી સંગ્રહ કરવા વગેરે તો દૂર રહ્યું પરંતુ સ્વસમાન શ્વેતાંબરીય સંપ્રદાયના સાહિત્યને અપનાવવું, તેના ઉપર ટીકા વગેરેનું સર્જન કરવું, પેાતાને ત્યાં એ ગ્રંથાના અધ્યયન-અધ્યાપન વગેરેમાં ઉપયેગ કરવા કે છેવટે અનેક દૃષ્ટિએ એ સાહિત્યના સંચય કરવા એ આદિ પણ અતિ અલ્પ પ્રમાણમાં અથવા નહિ જેવું જ કર્યું છે. શ્વેતાંબર જૈનાચાર્થીએ પેાતાના સાહિત્યમાં ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દષ્ટિએ જેટલા વિપુલ પ્રમાણમાં દિગંબર સાહિત્યના ઉપયાગ કર્યાં છે તેના શતાંશ જેટલા યે દિગંબરાચાર્યોંએ પેાતાના સાહિત્યમાં શ્વેતાંબરીય સાહિત્યના ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દૃષ્ટિએ ઉપયેગ કર્યાં નથી, એટલું જ નહિ પણ અધ્યયન-અધ્યાપનની નજરે શ્વેતાંખરીય સાહિત્યને પેાતાના જ્ઞાનભંડારામાં સ્થાન સુદ્ધાં પણ આપ્યું નથી. એ જ કારણ છે કે આજના શ્વેતાંબરીય જ્ઞાનભંડારામાં સંખ્યાબંધ દિગંબરીય પુસ્તકોનો સંગ્રહ છે, જ્યારે દિગંબરીય જ્ઞાનભંડારામાં શ્વેતાંબરીય પુસ્તકા ભાગ્યે જ જોવામાં આવે છે. અસ્તુ. આટલું કહ્યા પછી અહીં એક વાત ઉમેરી દઇએ કે લેખનકળાના વિષયમાં દિગંબર જૈનાચાર્યો અને દિગંબર પ્રજાના કાળા ગમે તેટલા વિશાળ હોય તેમ છતાં ગૂજરાત વગેરેમાં તેમને ફાળા લગભગ નથી એમ કહેવામાં જરા ચે અણઘટતું કે વધારેપડતું નથી. ન ભારતીય સમગ્ર સાહિત્યના સંગ્રહની દૃષ્ટિએ તેમજ લેખનકળાના વિધાનની દૃષ્ટિએ શ્વતાંબર મૂર્તિપૂજક જૈનેાના જ્ઞાનભંડારામાં જે અને જેટલી વિવિધતા તેમજ અદ્વૈતા પરાપૂર્વથી ચાલી આવી છે એની જોડ આજના પાશ્ચાત્ય પ્રજાના પુસ્તક સંગ્રહાલયેાને બાદ કરી લઇએ તા ખીજે ક્યાં યે નથી અને પ્રાચીન કાળમાં ક્યાં યે ન હતી, એના ખ્યાલ આજે પણ જૈન પ્રજા પાસે પુસ્તક-લેખનકળા, પુસ્તક-સંશાધનકળા તથા પુસ્તક-જ્ઞાનભંડારાના સંરક્ષણની કળાને અને એ દરેકને લગતાં વિવિધ પ્રકારનાં ઉપકરણ તેમજ સાધનાને જે પ્રાચીન મહત્ત્વના વારસા છે,—જેને વિસ્તૃત પરિચય અમે અમારા ‘જૈન લેખનકળા” વિષયક આ નિબંધમાં આપ્યા છે, એ ઉપરથી સહેજ આવી શકશે. પ્રસ્તુત નિબધમાં અમે અમારા અલ્પ સ્વલ્પ અવલેાકનને પરિણામે જૈન લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં જે કાંઈ લખ્યું છે એ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન કાળમાં જૈન પ્રજા પાસે લેખનકળા અને તેનાં સાધન આદિના સંબંધમાં જે કળા અને વિજ્ઞાનને આદર્શ હતા એ ભારતીય લેખનકળામાં અતિ મહત્ત્વનું અને બેનમૂન સ્થાન ભોગવનાર હતા. આજના મુદ્રણયુગમાં એસરતી જતી લેખનકળાના જમાનામાં પણ શ્વેતાંબર જૈન પ્રજાને એ કળા તેમજ સાહિત્ય તરફ કેટલા આદર—પ્રેમ છે એ જાણવા માટે માત્ર એટલે જ નિર્દેષ પૂરતા છે કે ચાલુ છેલ્લી સદીમાં જૈન મુનિઓ, જૈન યતિએ અને જૈન શ્રીસંઘે મળી લગભગ બે લાખની સંખ્યામાં પુસ્તકો લખ્યાં-લખાવ્યાં છે અને હજુ પણ સંખ્યાબંધ પુસ્તકો લખાયે જાય છે. એજ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 158