Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 9
________________ યથાશક્તિ ખૂબ ભાવ અને ઉલ્લાસથી શ્રદ્ધાપૂર્વક કરવી જોઇએ. હે ધાર્મિક ! તમે સુંદર સાધનાથી અનંતા કર્મોનો નાશ કરી ખૂબ આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. [૨] શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીએ બચાવ્યો નાની ત્રણ વર્ષનો લાડકો દીકરો. માંદો પડ્યો. માબાપની ચિંતા વધી. દવા-સારવાર કરી, પણ માંદગી દિવસે દિવસે વધતી ગઈ અને છેવટે બાળક બેભાન અવસ્થામાં (કોમામાં) ચાલ્યો ગયો. મધ્યપ્રદેશમાં રહેતા મા-બાપે છેક મુંબઈના મોટા મોટા ડૉક્ટરોને બતાવ્યું. પરિણામ શૂન્ય. દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી ગઈ. બેભાન અવસ્થામાં ૨૦ દિવસ પસાર થઈ ગયા. કોઈ ઉપાય સૂઝતો ન હતો. છેવટે શ્રી શંખેશ્વરજી તીર્થમાં જઈ દાદાને ખોળે બાળકને મૂકી હૃદયપૂર્વક પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરી, “પ્રભુ! તારે શરણે આવ્યા છીએ. તુ દીનદયાળ, કરુણાનિધાન છે. તારી અચિંત્ય કૃપાથી બધું જ સારું થશે.” મનમાં શ્રદ્ધા હતી, શબ્દોમાં આજીજી હતી, વંદનમાં ભક્તિભાવ હતો. ગદ્ગદ્ દિલથી કરેલી પ્રાર્થના અવશ્ય ફળે જ છે. કૃપાસિંધુ પાસે ખોળો પાથરીને બેઠા હતા. અને...અને... ત્રણ કલાક પછી બાળકે આંખ ઉઘાડી ! તે ભાનમાં આવતો ગયો. માતા-પિતા તથા સ્વજનોના આનંદનો પાર નહોતો. બાળક ઊગરી ગયો. આજે તો એ ૨૨ વર્ષનો યુવાન બની ગયો છે. બાળપણનો આ બનાવ માતા-પિતા પાસેથી એણે જાણ્યો છે ત્યારથી એ વારંવાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50