Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 34
________________ [૨૩] ભરયુવાનીમાં બ્રહ્મચર્ય ! ગુજરાતમાં રહેતા એક બહેનનો આ પ્રસંગ ખૂબ અનુ-મોદનીય છે. આપણે એમને મનોરમાના નામથી ઓળખીશું. લગ્ન પછી એકબે વર્ષમાં જ વીશ વર્ષની ભરયુવાનવયે પતિ પરલોક પધાર્યા. ખૂબ રૂપાળાં, ગુણિયલ, સદાચારી આ બહેને, “હવે બીજીવાર લગ્ન નથી જ કરવા. હવે મારે બ્રહ્મચર્ય જેવો મહાન ધર્મ આદરી માનવજન્મ સફળ કરવો છે.” આવો ભગીરથ સંકલ્પ કર્યો ! પછી શિક્ષિકા બન્યા અને સુંદર શીલ-સદાચારમય જીવન જીવે છે. આજે ૪પ વર્ષની ઉંમરે, યુવાની અને રૂપ એવા જ છલકાઈ રહ્યાં છે ત્યારે તેમના અનોખા, આશ્ચર્યકારક જીવનની અસર બીજાને થઈ. બહેનનો બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ સાંભળી એક નિઃસંતાન વિધુર ભાઈએ બહેન પાસે બ્રહ્મચર્યના પાલન સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. બ્રહ્મચર્ય વ્રતનાં રાગી મનોરમા બહેને પ્રસ્તાવનો ઈનકાર કર્યો. કદાચ પુરુષના સહવાસ અને પરિચયથી મનમાં પણ વિકાર જન્મે તો ? બ્રહ્મચર્યનાં આ ઉપાસકે, ઉપાસના એળે ન જાય માટે લગ્ન ન જ કર્યા. બીજાં એક બહેન, જેઓ લગ્ન પછી પતિ સાથે ન બનતાં કાયમ માટે પિયર પાછાં આવી ગયાં છે તેમણે ફરી લગ્ન ન કરવાનો નિશ્ચય કરી લીધો છે. છેવટે બીજા લગ્ન તો ન જ કરવા એવો નિર્ણય તમે કરો તો બ્રહ્મચર્યની સાધનાના લાભ સાથે ઘણી ચિંતા અને ઉપાધિઓથી બચી જશો. કે :: I[૨૪] લગ્ન-દિવસે રાત્રિભોજન ત્યાગ એક અનોખા લગ્ન-ઉત્સવની વાત ધ્યાનથી વાંચો. છોકરાછોકરીના પિતાઓએ નક્કી કર્યું કે આપણે રાત્રિભોજન ન કરાવવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50