________________
શેઠ બધા માણસોને બપોરે ચા પીવડાવે. રામલાલ સાથે નોકરી કરનાર એક ભાઈ આર્થિક મુશ્કેલીમાં હતા. પિતા વગેરેની જવાબદારી તેમના ઉપર હતી. રામલાલે વિચાર્યું, “હું ચા છોડું તો એમને એટલો ટેકો થઈ જશે અને ૧ કપ ચા ન પીધી હોય તોય શું લૂંટાઈ જવાનું છે ?' આમ નિર્ણય કરી ત્યાગ કરી તેના માસિક રૂ. શા ની બચત કરી તેમને આપી દેવાની વ્યવસ્થા કરી દીધી! આમ બીજાની ચિંતા ને કાળજી રાખનાર આજે કોણ છે ? વળી પોતાની આવક પણ ખૂબ જ થોડી. માસિક પગારના ૨૫% રકમ આમ વગર મફતના બીજાને આપવા કોણ તૈયાર થાય? પરોપકાર-પરાયણતા, ઉદારતા, સર્વ પ્રત્યે આત્મીયતા વગેરે ગુણો ત્યારે પણ હતા અને આજે સંપત્તિની રેલમછેલના પુણ્યોદય વખતે પણ ટકાવી રાખ્યા છે! પછી તો સુખી થયા. ફેક્ટરીના માલિક બન્યા. આજથી ૧૭ વર્ષ પહેલાં કામ વધવાથી મજૂરોને ઓવરટાઈમ આપવો પડ્યો. વધારાનો પગાર તો આપવાનો જ હતો. છતાં પરગજુ રામલાલભાઈને થયું કે મજૂરો ભૂખ્યાં કામ કરે એ વાજબી નથી. બધાંને ચા-નાસ્તો કરાવ્યો. પછી તો વારંવાર ઓવરટાઈમ કામ કરાવવું પડતું. તો તેમણે એક પ્રથા શરૂ કરી કે ઓવરટાઈમ વખતે મજૂરોને ચા-નાસ્તો આપવાં. સર્વ જીવ પ્રત્યે કેવી આત્મીયતા!
* રીજો ભાગ સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org