________________
[૩૪] પુષ્પપૂજાનો પમરાટ
કલકત્તાનિવાસી ચાંદમલજી બરડિયા કાપડના વ્યાપારી છે. પુષ્પપૂજાનો પ્રભાવ, મહત્તા, એનાં અનંત ફળ વગેરે મહાત્માઓ પાસે સાંભળીને તેમને ખૂબ સુંદર અસર થઈ. બધા આવી ફૂલપૂજાનો અદ્ભુત લાભ લે તો કેવું સારું તેવા ભાવ હૈયામાં ઊછળવા લાગ્યા! કલકત્તામાં મોટા દહેરાસરમાં ફૂલો, ડમરો વગેરે મહામુશ્કેલીમાં મળે છે. ચાંદમલજી વહેલા ઊઠી ફૂલબજારમાંથી ઘણાં ફૂલો ખરીદી બધાં મોટા દહેરાસરે ગભારા પાસે થાળીમાં મૂકી આવે. ધંધાર્થે ક્યારેક બહારગામ જવું પડે ત્યારે આ લાભ મળે નહીં. તેથી હૈયું ખૂબ રડતું. ખૂબ વિચારતાં આનો ઉકેલ શોધી કાઢ્યો. પોતાના એક માણસને વધારાનો પગાર આપી બધા દહેરાસરે ફૂલો પહોંચાડવાનું ગોઠવી દીધું. આજે પણ આમ હજારોને ફૂલપૂજા કરાવી પ્રશંસનીય મહાન લાભ લે છે!!
નવા નવા શ્રાવકોનો પરિચય થાય ત્યારે તેમની સાથે પણ આ શ્રેષ્ઠ પ્રભુભક્તિમાં વધુ ભાવિકો જોડાય એની ચર્ચા-વિચારણા કરી તેવા ઉપાયો કરે છે! હાવરામાં ૯ માળના નવા મોટા બિલ્ડીંગના ફલેટો પોતાના પરિવાર માટે એ શરતે ખરીદ્યા કે અગાશીનો જરૂરી ભાગ દહેરાસર માટે બિલ્ડર આપી દે! તમે શું કરો ? અગાશીમાં કૂંડામાં ફૂલોના છોડ ઉગાડવા જેવા વિલાસના કામ કરો ને ? આ ભાગ્યશાળી કેવા કે મોજશોખના નહિ પણ પ્રભુભક્તિના વિચારોમાં અને કાર્યોમાં જ સદા ખોવાયેલા રહે. અને આ ખરીદેલી જગામાં સ્વદ્રવ્યથી સુંદર પંદર લાખનું જિનાલય બંધાવી સંઘને અર્પણ કર્યું! કેવા નિઃસ્પૃહી! બિલકુલ ઈચ્છા નહિ છતાં સભ્યોના અતિ આગ્રહથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org