________________
સુવિશુદ્ધસંયમી પ. પૂ. આચાર્યશ્રી વિજય ભદ્રકરસૂરીશ્વરજી મ. સા. તથા તપસ્વીસમ્રાટ પપૂ. આચાર્યશ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક મહાપુરુષો વારંવાર તેમના નિવાસસ્થાને પધારતા. તેથી યુવાન પુત્રો પણ ધર્મી બનવા માંડ્યા. એંજિનિયર પુત્ર શ્રીપાલે વેવિશાળ પહેલાં કન્યા સાથે સ્પષ્ટ ખુલાસો કર્યો કે, ઘરમાં ટી.વી. નથી. ભવિષ્યમાં આવવાની શક્યતા નથી. આવા કળિયુગમાં પણ કન્યા સંસ્કારી હતી તેથી લગ્ન માટે સંમત થઈ અને શ્રીપાલનાં લગ્ન થયાં! નાનો શ્રેણિક C.A. પાસ થયો. નોકરીમાં શરૂઆતથી જ સાત હજારનો પગાર મળે છે. તેણે પણ વેવિશાળ પહેલાં જ આ ખુલાસો કર્યો. તેને પણ બહુ સંસ્કારી કન્યા મળી! બંને ભણેલા યુવાન ભાઈઓ અત્યારે રાત્રિ-ભોજન કરતા નથી!
આજના યુવાનોએ આ સત્ય ઘટના પરથી ધડો લેવો જોઈએ. આ કાળમાં પિતાજીની નારાજ હોવા છતાં યુવાન પુત્રો ટી.વી. લાવે. પિતાજી વગેરે સામાયિક વગેરે આરાધના કરતાં હોય ત્યારે પણ પુત્રો મોટેથી ટી.વી. ચાલુ કરી ઉપકારી પૂજયોને પણ ધર્મમાં અંતરાય કરી અવિવેક કરી ગાઢ પાપ બાંધે છે. ઘરમાં ઉપજતું ન હોય તેવા પુત્રો આવનારી પોતાની પતીને ખાનગીમાં કહે કે, “તું ચિંતા ન કરીશ. લગ્ન પછી ટી.વી. લાવીશ જ.” વહુ પણ લગ્ન પછી કાનભંભેરણી કરી પતિને જુદો કરાવી ટી.વી. લઈ આવે! આવા જાતજાતના કિસ્સા આજે બને છે. ત્યારે આ ધર્મી કુટુંબ આજે પણ વગર ટી.વી. એ સંપ, સંયમ અને પ્રેમથી કિલ્લોલ કરે છે! ખૂબ ધનવાન છતાં આવા ટી.વી. વિનાના ઘર કેટલાં મળે ? ધન્ય છે આવા ધર્મપ્રેમીઓને! હે. હિતકારી જૈનો, તમે પણ સપરિવાર સતત સાધુઓના સમાગમમાં રહી ભાવથી સુંદર આરાધના કરો અને પાપકર્મથી બચો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org