________________
ટ્રસ્ટી થવું પડ્યું. દહેરાસરના વિશિષ્ટ પ્રસંગોમાં ઉછામણી બોલીને જ લાભ લે છે.
શ્રી સમેતશિખરજીની યાત્રા બધા સરળતાથી કરી શકે માટે શક્ય સુવિધાઓ ઊભી કરી છે. મિત્રો સાથે ભોમિયાજી ભવન બનાવરાવ્યું. આજે તો ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેવાલય, ભક્તામર મંદિર અને ભોમિયાજીનું સ્થાન બની ગયું છે. ભોજનશાળા અને ૧૦૦ રૂમની ધર્મશાળા પણ તૈયાર કરાવી દીધી. તેઓ આ સંસ્થાના મંત્રી તરીકે સેવાનો લાભ લે છે.
ભોમિયાજીની પ્રતિષ્ઠા વખતે તેમને જાણવા મળ્યું કે શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૧૨,૫00 સફેદ ફૂલોથી પૂજા સાથે જાપ કરવાથી ઘણો લાભ થાય. તરત કલકત્તાથી ફૂલો મંગાવી બધા યાત્રાળુ સાથે પુષ્પપૂજા કરી. હાલમાં પણ આ સરળ સ્વભાવી બરડિયાજી આમ આગવી રીતે પ્રભુભક્તિ વગેરે કરી-કરાવી રહ્યા છે. હે ભવ્યો! માત્ર ૧૮ ફૂલથી કુમારપાળ રાજાને ફૂલપૂજાનું કેવું સુંદર ફળ મળેલું? તો ભક્તિભાવથી આમ આ ચાંદમલજીએ ફૂલપૂજા સ્વયં કરી, અનેકો પાસે કરાવી લેવું પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું હશે ? તમે પણ આવા ભાવથી ફૂલપૂજા વગેરે કરી સાચું સુખ પામો એ મનોકામના.
[૩૫] પરોપકારાય સતાં વિભૂતયઃ
અમદાવાદમાં આજે તો આ પુણ્યશાળી કરોડપતિ છે. નામના નહીં ઈચ્છતા તેમને આપણે રામલાલભાઈના નામે ઓળખીશું, લગભગ ૪૦ વર્ષ પહેલાં તેમની સ્થિતિ સાવ સામાન્ય હતી. તે વખતે નોકરી કરતા હતા. પગાર માસિક રૂ. ૩૦-૦૦ હતો. તેમના ઉદાર ETTITY TEST TT ૪૧ TTTTTTTTTTTTTTTT
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org