Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 45
________________ • વર્ષીતપ :- ઉપવાસ, છઠ્ઠ અને અટ્ટમથી એક એક. • શ્રી મહાવીર સ્વામીના છઠ્ઠ-૨૨૯, શ્રી પાર્શ્વનાથજીના અટ્ટમ ૧૦૮, બીજા ૧OOO થી વધુ અટ્ટમ. • વીસ સ્થાનકની ઓળી :- ઉપવાસ, છઠ્ઠ અને અમથી એક એક • ક્ષીરસમુદ્ર, સમવસરણ, સિંહાસન, મોક્ષદંડક વગેરે તપ.. • ધર્મચક્ર, શત્રુંજય તપ, અક્ષયનિધિતપ વગેરે અનેક - વર્ધમાન આયંબિલ તપની ઓળી ૧૦૧ • સળંગ આયંબિલ એક વાર ૮૨૫, બીજી વાર ૫૦૦. - અઢાઈ ૧૫૦, છઠ્ઠ-૨૦૦, ૨૪ ભગવાનનાં એકાસણ-૧૨ વાર. ઉપરાંતમાં આયંબિલથી ઉપધાન, શત્રુંજયની નવ્વાણું, છ મહિનાના છ'રી પાલક સંઘમાં યાત્રા, નવ લાખ નવકાર વગેરે ઘણી આરાધના કરી છે. ધન્ય છે આવા તપ પરિણતિવાળા આત્માઓને! જિંદગીભર ન થાય તો પણ અવારનવાર આવા કોઈ તપ કરી કર્મ ખપાવી અંતે અણાહારી પદ પામવાની આપણને પણ સાચી ભાવના જાગે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. [૩૩] ઘર દેરાસરનો પ્રભાવ વાસણામાં દિનેશભાઇએ લગભગ ૨૦ વર્ષ પહેલાં પોતાના બંગલામાં પ્રભુજીને પધરાવ્યા. ઘર-દેરાસર બનાવી પ્રભુજીને બિરાજમાન કર્યા. પ્રભુજીની પધરામણીને પ્રતાપે પૂ. આચાર્ય ભગવંતો વગેરે અવાર-નવાર ઘેર પધારે. પૂજ્યના સંસર્ગથી ધર્મ વધવા માંડ્યો! પરિવાર પણ આરાધનામાં આગળ વધવા માંડ્યો! પછી તો પુણ્યોદયે ઘરથી પંદર ડગલાં દૂર જ સંઘનું શિખરબંધી દેરાસર બંધાઈ ગયું! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50