________________
ખૂબ આભાર. જરૂર પડે ત્યારે યાદ કરજો. તમને સહાય કરીશ.” દેવ અદશ્ય થઈ ગયા. થોડા સમય પછી ગાય રૂપે આવીને કહે, “કાલે તમારી દીકરીને નિશાળે ન મોકલશો.”બીજા દિવસે સ્કૂલનું મોટું ફંકશન હતું. દીકરીએ ફંકશનમાં જવાની ખૂબ જ જીદ કરી. માએ દીકરીને રૂમમાં પૂરી દીધી. પ્રસંગ પછી સમાચાર આવ્યા કે સ્કૂલનું મકાન બેસી ગયું. માને થયું કે ચેતવણી આપી દેવે દીકરીને બચાવી! આ પ્રસંગ વાંચી આપણે નિર્ણય કરીએ કે ઉપકારીઓ, વડિલો અને સર્વને મરતાં નવકાર અવશ્ય સંભળાવીશું. તેથી તેમને સદ્ગતિ મળવાની શક્યતા ઘણી છે. પછી સદ્ગતિની પરંપરા ચાલે. દેવ બનીને ગાય મળવા આવી તેથી તે બહેનની શ્રદ્ધા, આરાધના વગેરે ઘણાં વધી ગયાં. આ બહેન હજુ ય હયાત છે.
[૩૧] કિશોરની મોટાઈ |
અનેક ધર્માત્માઓના કારણે ખંભાત ધર્મપુરી તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં પ. પૂ. આ. ભ. શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા. ૨૩ વર્ષ પૂર્વે પધારેલા. ખંભાતનો ૧૭ વર્ષનો યુવાન શાંતિ પાછલા ભવનો સાધક જીવ હતો. વ્યાખ્યાન સાંભળી ભાવ એવા ઉલ્લસિત થઈ ગયા કે બીજા જ દિવસથી રાત્રિભોજનત્યાગ અને કંદમૂળત્યાગનો નિયમ તો કર્યો પણ ઉકાળેલું પાણી પણ પીવાનું શરૂ કરી દીધું! આચારમાં એટલી દઢતા કે ર૩ વર્ષથી આ ત્રણે આરાધના ચાલુ જ છે! ચોવિહારમાં ખૂબ મક્કમ. તેથી ઘણી વાર નોકરી પણ છોડી દીધી છે. સૂર્યાસ્ત પહેલાં જમવા નોકરીના સ્થળથી નીકળે, છતાં કોઈ મુશ્કેલીના કારણે સૂર્યાસ્ત રસ્તામાં થઈ જાય તો રસ્તામાં જ ચોવિહાર કરી લે! મુંબઈમાં ઘણે દૂર નોકરી હોય. તેથી ચોવિહારની અગવડ ખૂબ પડે. તેથી મોહમયી મુંબઈને સલામ કરી ગુજરાતમાં રહેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org