________________
આપણા માટે તો અશક્ય લાગે છે. આપણે સાચા ભાવથી આમને સાદર પ્રણામ કરવા દ્વારા આવી આરાધનાની શક્તિ અને ભાવ પ્રભુ આપણને જલ્દી આપે એ જ એક માત્ર મનોરથ કરીએ અને આંશિક પણ શક્ય આરાધના કરીએ એ જ મનોકામના.
I[૨૯] શ્રી આદિનાથની પહેલી પૂજા કરાવી
૧૫ વર્ષની કિશોર વયે એક પુણ્યવંતો પ્રસંગ સાક્ષાત્ જોઈ રાણપુરના મનવંતરાયનું હૈયું ગદ્ગદ્ થઈ ગયું. શ્રી શત્રુંજ્યની યાત્રાર્થે ગયેલા મનવંતરાય પૂજા કરવા લાઇનમાં બેઠેલા. પહેલી પૂજાનું ઘી બોલાતું હતું. રંગમંડપમાં માતા સાથે બેઠેલ એક માતૃભક્ત ભાઈ પણ ઉછામણી બોલતા હતા. ચડાવો આગળ વધતો હતો. છેવટે પાછળ બેઠેલા એક ભાઇને ચડાવો મળ્યો. તેમનું નામ પ્રભુદાસ કલ્પીએ. માતૃભક્ત ભાઈ અને તેમના માતુશ્રીની આંખોમાંથી અશ્રુધારા નીકળવા માંડી. ભાઈનું માથું ખોળામાં લઈ મા સાંત્વન આપવા લાગી. તેથી ઘણોનું ધ્યાન ત્યાં ગયું. આદેશ મળેલ પુણ્યશાળી પ્રભુદાસે ત્યાં જઈ પૂછ્યું, “એકાએક કાંઈ તકલીફ થઈ નથી ને?” માતૃભક્ત ભાઈએ જવાબ આપ્યો, “હે પુણ્યશાળી! બીમારી કાંઈ નથી. હું તો મારા કર્મોને રોઉં છું. આ મારાં બાને ૮૦ વર્ષ થયા છે.દાદાની યાત્રા તથા પહેલી પૂજાની તેમની ઈચ્છા હતી પણ શક્તિ ન હતી તેથી આગળ બોલી ન બોલ્યો. કમભાગી હું બાની ઈચ્છા પૂરી કરી શક્યો નહિ તેથી ખૂબ લાગી આવે છે. વૃદ્ધ બા હવે ફરી યાત્રા માટે આવી શકશે કે નહીં? અને તેમની પહેલી પૂજાની ઈચ્છા હું પૂરી કરી શકીશ કે નહીં તે કોણ જાણે? બીજુ કાંઈ દુ:ખ નથી. આપ સૌ ચિંતા ન કરો. પૂજા કરવા પધારો.” આ સાંભળી આદેશ મળેલ
Jain Education International
Ford
For Personal & Private Use Only
www.jainelibrary.org