________________
દરરોજ ૧૦ સામાયિકનું દેસાવગાસિક અને ૫ તિથિ પૌષધ કરતા !!!!!!
ચોમાસામાં ગામ બહાર જતા નહીં! દરરોજ સાધર્મિક ભક્તિ કરતાં ગમે તે મહેમાન આવે પણ ઘરમાં સૂર્યાસ્ત પછી પાણી પણ ન આપે! કેળા સિવાયની બધી લીલોતરીનો ત્યાગ કરેલો.
શાસનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નાં વ્યાખ્યાન સાંભળી અનીતિના ધનના ત્યાગનો અભિગ્રહ કર્યો અને તેથીજ ઈન્સ્પેક્ટરના હોદાવાળી સારી નોકરી છોડી દઈ પાઠશાળાના અધ્યાપક બન્યા!પૂ. શ્રીના પરિચયથી પ્રવ્રજ્યાનો દૃઢ ભાવ પેદા થઈ ગયો. પરંતુ એ મળી નહિ. તેથીએ ન લેવાય ત્યાં સુધી ઘીનો મૂળથી ત્યાગ કર્યો! દરરોજ ત્રિકાળ જિનપૂજા કરતા!
તપ પણ ખૂબ કર્યા- ૨ વર્ષીતપ, ૨ ચોમાસી તપ, ૩ ઉપધાન, સિદ્ધગિરિમાં આયંબિલ સહિત ચોમાસું, પોષ દશમી વગેરે ઘણા તપ કરતા. વર્ધમાન તપનો પાયો નાંખી સતત ઓળીઓ કરતા. પાલિતાણામાં ૨ માસ મૌન પાળ્યું! ૯૭મી ઓળીમાં અશક્તિ ખૂબ વધવા છતાં લૂકોઝના બાટલા લેવાની ના પાડી દીધી. આયંબિલ કાયમ પુરિમઢે કરતા! માત્ર ૩ દ્રવ્ય વાપરે પછીથી તો ત્રણે ભેગા કરી વાપરતા. ૧૩ વર્ષ પૂર્વે ૪૭મા આયંબિલે નવકારવાળી ગણતા સદ્ગતિને સાધી ગયા. તેમની અદ્વિતીય આરાધનાથી અહોભાવપૂર્વક સંઘે અનુકંપાદાન સહિત પાલખી કાઢવા પૂર્વક સ્મશાનયાત્રા કાઢેલી.
એમની અનોખી આરાધના અને ખૂબ ઊંચા અધ્યવસાયથી આ જીવ ચોથા આરાનો હોય તેવું આપણને લાગે. જીવદયા અને માત્ર આરાધનાના જ પરિણામ, પાપનો પડછાયો પણ ન લેવો. આ બધું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org