________________
ખાનગીમાં સમજાવી દીધી. વિદાય સમયે ટ્રેમાં ચા લાવતાં દૂરથી જોઈ મિત્રોએ ત્યાં પહોંચી બધી ચા જપ્ત કરી ઢોળાવી નંખાવી!. પરણતા યુવાનની ભાવના પણ કેવી ઉત્તમ! તમે પણ મન મક્કમ કરી ખોટા કે નાના બહાનાથી અભક્ષ્ય વગેરે ભયંકર પાપોથી બચો અને અન્યને બચાવો એ જ મનોકામના.
I[૨૬] પુણ્યશાળી બાળકીનું
ગુજરાતના સુંદરભાઈનો આ ખૂબ અનુમોદનીય પ્રસંગ વાંચીને તમારે બધાએ પણ શુભ સંકલ્પ કરવા જેવો છે. સોનોગ્રાફી પછી તેમની પતી સહિત બધાંને ડૉક્ટરે જણાવ્યું કે ગર્ભમાં બેબી છે. વળી તે અપંગ જન્મશે. જીવશે તો પણ વધુમાં વધુ ૨૦ વર્ષનું આયુષ્ય હશે. કદાચ માત્ર છ માસ જ જીવે. માત્ર માથાનો વિકાસ થશે. બાકીનું બધું શરીર જન્મેલી બાળકી જેવું કાયમ રહેશે. દેખાવ રાક્ષસી જેવો હશે. આ વગેરે બધું સમજાવી દબાણ કર્યું કે ગર્ભપાત કરાવી નાંખો, નહીં તો એ છોકરી તમને બધાને ખૂબ હેરાન કરશે.
ધર્મપ્રેમી ઘરના બધાએ વિચારીને ગર્ભપાત નહીં કરાવવાનો નિર્ણય કર્યો! ખરેખર ડૉક્ટરનો રીપોર્ટ સાચો પડ્યો. રાક્ષસી બાળકી જન્મી. નામ વિરતિ પાડ્યું. શરીરમાંથી પરુ વગેરે નીકળ્યા જ કરે! ધર્મી કુટુંબીઓએ નક્કી કર્યું કે આને ખૂબ ધર્મ કરાવવો છે! અને પુણ્યશાળી બનાવી દેવી છે. મહિના પછી નવડાવી તરત પૂજા કરાવી! માત્ર મૂળનાયકને અંગૂઠે ટીકી કરાવે. કારણ પર, રસી વારંવાર નીકળતા.
બધાં તીર્થો અને આચાર્ય આદિ પૂજ્યોની યાત્રા અને વંદન આ બાળકીને કરાવવા માંડ્યાં !પૂ. શ્રીને ઘરનાએ વંદન કરાવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org