________________
કહ્યું કે થોડા સમયની આ મહેમાનને અમે સ્થાવર-જંગમ તીર્થયાત્રા કરાવ્યા કરીએ છીએ. અમને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે ખૂબ દુ:ખી આ જીવને અમે ભવ્ય બનાવી દીધો! શાશ્વતા શત્રુંજયની યાત્રાએ લઈ જઈ પૂજા કરાવી. શાસ્ત્રોમાં કહ્યું છે કે માત્ર ભવ્ય જ શત્રુંજયના દર્શન કરી શકે! પાછલા કોઈ જન્મના ભયંકર પાપે એને ખૂબ દુઃખ આપ્યાં છે. પણ હવે એનું પુણ્ય વધે અને સદ્ગતિ મળે અને એનું આત્મહિત શીઘ્ર થાય એ માટે અમે ખૂબ મહેનત કરી અલ્પ સમયમાં ઘણો ધર્મ કરાવ્યો છે અને ૩ મહિને એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. ઘરનાંએ છેલ્લે તે વિરતિને બધું વોસિરાવવું વગેરે બધી અંતિમ આરાધના કરાવી!
આ બાળકી કેટલી ભાગ્યશાળી કે માબાપે ખૂબ ધર્મ કરાવ્યો. મારે ખાસ એ ધ્યાન દોરવું છે કે ઘણાં બધાં પાપો કરેલ આ જીવે એવું કોઈ સુંદર પુણ્ય કર્યું હશે કે આ ગર્ભપાતના જમાનામાં આને આવા ધર્મી માતપિતા મળ્યાં! આવા વિલાસી ને સ્વાર્થી જમાનામાં પણ કુટુંબીઓએ સતત ત્રણ માસ એના આત્માની જ ચિંતા કરી!
આ વાંચી તમે બધા નક્કી કરો કે અમારે અમારાં બધાં બાળકોને શક્ય એટલા ધર્મસંસ્કારો આપવા છે અને ધર્મઆરાધના કરાવવી જ છે. તમારાં સંતાનો તો આના કરતાં અનેકગણાં પુણ્યશાળી છે. બાળપણમાં જે ધારો તે તમે કરાવી શકો. તેથી તમે ખૂબ ધર્મ કરાવી તેમનું અને તમારું ખૂબ આત્મહિત સાધો. આનાથી તમને પણ એવું પુણ્ય બંધાય કે ભવોભવ તમને ધર્મી માતાપિતા મળે અને જન્મથી જ ઉકાળેલું પાણી વગેરે ભાતભાતની ધર્મ સામગ્રી મળે!
Jain Education International
૩૦
For Personal & Private Use Only
www.jainelibrary.org