________________
[૨૧] હસમુખભાઇના બ્રહ્મચર્ય વગેરે નિયમો
હસમુખભાઈનાં યુવાન સગર્ભા ધર્મપતીને ટેબલ પરથી પડી જવાથી વાગ્યું. ડૉક્ટરે તપાસી કહ્યું કે શરીરમાં ઝેર થઈ ગયું છે. ઑપરેશન કરવું પડશે. જન્મનાર બાળક અથવા જન્મ આપનાર બેમાંથી એક જ બચે તેમ છે. હસમુખભાઈએ કહી દીધું કે “મારે ઑપરેશન કરાવવું નથી.”
| વિચાર કરતાં સંકલ્પ કર્યો કે શ્રાવિકાને સારું થઈ જાય માટે ૮૧ આયંબિલ કરવાં અને ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવું. લગ્નને માત્ર ૨ વર્ષ થયેલાં. છતાં આવા ઘોર સંકલ્પને પ્રભાવે થોડીવારમાં તેમને સ્કૂરણા થઈ કે અમુક ડૉકટરને બતાવવું. તે પ્રમાણે બતાવ્યું. તે કહે, “ચિંતા ન કરો. ટાઈફોઇડ છે. સારું થઈ જશે.” દવા આપી. તાવ ગયો. સબાળ શ્રાવિકા બચી ગયાં ! ઓપરેશન પણ કરાવવું ન પડ્યું. આયંબિલ કરવાનો મહાવરો નહીં, આયંબિલ કરવામાં તકલીફ પડે, તેથી ૩ વર્ષમાં પણ ૮૧ આયંબિલ પૂરાં ન થયાં. તેથી ભાવના વધારી પતીની સંમતિથી જીવનભરનું બ્રહ્મચર્ય લઈ લીધું !
હસમુખભાઈએ આવનારી પુત્રવધૂ સાથે શરત કરી કે ઉકાળેલું પાણી પીવું પડશે અને નવકારશી, ચોવિહાર કરવા પડશે ! શરતનો સ્વીકાર થયા પછી જ લગ્ન થયાં. દીકરીના સાસરે પણ કહ્યું કે લગ્ન પછી મારી દિકરી નવકારશી, ચોવિહાર કરશે અને ઉકાળેલું પાણી પીશે. દીકરીનાં સાસરિયાં કબૂલ થયાં પછી જ લગ્ન થયાં. આજે હસમુખભાઈના ઘરનાં બધાં અને તેમની દીકરી આ ત્રણે કઠિન નિયમોનું પાલન કરે છે
આચારપ્રેમ કેવો જબરજસ્ત ! ઘરનાં બધાંએ આટલું કરવું જ પડશે. સૌ નિયમમાં ખૂબ મક્કમ રહે. વિના કારણે મામૂલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org