________________
૨૦] નૂતન પરિણિતનું પરાક્રમ
લગ્નની પ્રથમ રાત્રિ આખી એ અનોખા આત્માએ પત્ની સાથે સામાયિકમાં સફળ કરી!!! એ અલગારી ધર્મીને ચારિત્રનો ઉલ્લાસ ન હતો, છતાં વિચારે છે કે અમારાં સાધુ-સાધ્વીજી જિંદગીભર બ્રહ્મચર્ય પાળે છે. તો મારે પણ શક્ય એટલું કેમ ન પાળવું ? આ સત્ય ઘટના ચોથા આરાની નથી પણ અત્યારની જ છે. પત્નીને દિલની
વાત કરી. પુણ્ય પણ પ્રબળ કે પતીએ મધુરજની સામાયિકથી ઉજવવાની સહમતિ આપી! અજ્ઞાની અને વિલાસી માનવોની રાતો અનંતા ચીકણા પાપ બાંધવામાં જાય છે. જ્યારે આ ધર્માત્માએ મધુરજનીએ પણ અનંતા કર્મોનો નાશ કર્યો!! આ ધર્મી યુવાન લગ્નની પ્રથમ રાત્રે ભાવથી સાધુ જેવો બની ગયો!!! બંનેએ મસલત કરી કે આપણે ૨ વર્ષ મોડાં લગ્ન કર્યાં હોત તો અબ્રહ્મનું પાપ ૨ વર્ષ સુધી તો ન કરત ને ? તો આપણે મનથી માની લેવું કે આપણે લગ્ન કર્યાં નથી! એમ મનને સમજાવી લગ્ન પછી ૨ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું ! લોકો પાછળ બોલવા માંડ્યા કે બે-બે વર્ષ થયા છતાં સંતાન કેમ થતું નથી ? ત્યારે ગુપ્ત બ્રહ્મચારી આ બંનેએ અબ્રહ્મનું પાપ સેવવું પડ્યું. પણ ત્યારે મનમાં બંનેએ એવી પ્રાર્થના કરી કે અમારું બાળક ખૂબ મહાન બને! છતાં પછી પણ તેઓ ઘણાં દિવસ તો બ્રહ્મચર્ય પાળે છે.
આવો અદ્ભુત પ્રસંગ વાંચી તમે પણ અનંત ભવોના મૂળ એવા આ અબ્રહ્મને ત્યજી દેજો. એ શક્ય ન હોય તો છેવટે પંર્યુષણ વગેરે પર્વોએ ત્યાગ તથા પરસ્ત્રીત્યાગ વગેરે ખૂબ સહેલા આચારોથી દુર્લભ આ માનવભવને સફળ કરો એ અંતરની અભિલાષા.
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org