________________
પછી બાપાને મળવા ચાણસ્મા ગયો. સરનામું પૂછતા પૂછતા રસ્તામાં જતો હતો ત્યાં રસ્તામાં રમતા નરેશે આને જોયો કે તરત જ બોલ્યો, “નાનિયા, તું આયો ?” ને એમ બોલતો દોડ્યો. નાનિયો પણ અજાણ્યા છોકરાને પોતાનું નામ બોલતો સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. નરેશ નાનિયાને તેના ઘેર લઈ ગયો. નરેશના મોઢેથી તે ભવની બધી વાતો સાંભળી નાનિયાને પણ ખાતરી થઈ ગઈ કે નરેશ જ અમારા બાપાનો આત્મા છે !
પ્રો. બેનરજીએ આની તપાસ કરી આ કિસ્સો લખ્યો છે. આ સત્ય ઘટના જાણ્યા પછી કેટલાક મહાત્માઓએ વ્યાખ્યાનમાં નરેશને ઊભો કરી તે ઘટના વ્યાખ્યાનમાં સંભળાવી છે. નરેશ ૩ વર્ષ પહેલાં મુંબઈ બોરીવલીમાં રહેતો હતો. ત્યાં મને પણ મળ્યો હતો. બેનરજી અને અમેરિકા વગેરેના બીજા ઘણા સંશોધકોએ આ અને આવાં દુનિયાભરનાં પૂર્વજન્મનાં સેંકડો સત્ય દૃષ્ટાંતો જાતે વૈજ્ઞાનિક સંશોધન કરી પુસ્તકોમાં છપાવ્યાં છે. આમ આજે ઘણાં ભણેલાઓને પણ પૂર્વજન્મ ખરેખર છે જ એ માનવું પડે છે ! તીર્થકર ભગવંતોએ તો સાક્ષાત્ આપણા બધાના આવા અનંતાનંત ભવો જોયા છે અને આ વિષયમાં ખૂબ જ વિસ્તારથી વિગતવાર વર્ણન અનંત વર્ષોથી કર્યું જ છે.
તમારે તમારી સુંદર બુદ્ધિનો ઉપયોગ કરી આ બધી બાબતોનો ઊંડો અભ્યાસ કરી પરભવ છે જ એવો દૃઢ નિશ્ચય કરવા જેવો છે. હવે અહીં અને પછીના જન્મોમાં આપણા આત્માનું હિત શું કરવાથી થાય તે માર્ગદર્શન મહાન જ્ઞાનીઓ પાસેથી અને શાસ્ત્રો પાસેથી મેળવી દાન વગેરે શુભ કાર્યોથી સદ્ગતિ ભવોભવ અને પ્રાંતે પરમ પદને પામો એ જ સલાહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org