Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 33
________________ મુશ્કેલીમાં અભક્ષ્ય-અનંતકાય ભક્ષણને રાત્રિભોજન કરનાર બધાં જૈનોએ આ વાંચી હિંમત કેળવી નરકદાયી રાત્રિભોજન આદિ ભયંકર પાપોથી જરૂર બચવા જેવું છે. આપણે ઊંચા કુળમાં જન્મ્યા છીએ. તો ઊંચા કુળના આચારવિચાર ઉંચા જ હોય ને ? સિંહ ઘાસ ખાય ? જૈન રાત્રિભોજન કરે ? [૨૨] માવજીવતા બ્રહ્મચર્યની તાલાવેલી મુનિશ્રી મેઘદર્શનવિજયજીને કારતકમાં દંપતીએ બ્રહ્મચર્યવ્રત આપવાની વિનંતી કરી! બંને રૂપાળાં! લગભગ ૩રવર્ષની ઉંમર! તેમણે ઓળખાણ આપતાં કહ્યું, “આ વર્ષથી ધર્મમાં જોડાયાં છીએ. સંઘમાં ચોમાસામાં કરાવેલી બધી તપ વગેરે આરાધના કરી છે.” પણ મ. શ્રી. એ ભરયુવાનવયને કારણે આટલું કઠિન વ્રત આપવાની ના પાડી. તેઓએ અતિ આગ્રહ કરતાં કહ્યું, “ચારે માસ બ્રહ્મચર્ય પાળ્યું જ છે. ચોક્કસ પાળીશું...” ખૂબ તપાસી મ. શ્રી એ ફરી વંદન કરવા ન આવે ત્યાં સુધીનું પચ્ચખાણ લેવાનું કહ્યું. તેઓએ ૩ માસ જઘન્યથી અને પછી વંદન ન થાય ત્યાં સુધીની બાધા લીધી. ૧ વર્ષે આવ્યાં અને ફરી પચ્ચકખાણ આપવાની વિનંતી કરી. ફરી વર્ષનું આપ્યું. એમ ૪-૫ વર્ષ તેઓ આવતાં રહ્યાં. અને જિંદગીભરની જ માંગણી કરતાં ! મ. શ્રી ૧ વર્ષનું આપે. ગઈ સાલ ૫ વર્ષનું પચ્ચકખાણ આપ્યું. નવો ધર્મ પામેલાં આ જીવોને આવું કઠિન વ્રત લેવાની કેવી તાલાવેલી? તેઓ એક જ રૂમમાં સૂએ છે. છતાં તેમને મનથી પણ અબ્રાનો વિચાર સુધ્ધાં નથી આવતો ! કેવાં પવિત્ર ? હે જૈનો! તમે પણ આમને હૃદયથી પ્રણામ કરી આવા ગુણો તમારામાં આવે એવી પ્રભુને પ્રાર્થના કરી યથાશક્તિ આ ગુણથી પણ આત્માને પવિત્ર બનાવો એ શુભાભિલાષા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50