________________
મુસલમાનના ટોળામાં પોતે પણ જઈ રહ્યા છે. પોતે પણ મુસલમાન છે. રસ્તામાં મંદિરમાં કેટલાક ઘૂસ્યા. સાથે ઘુસેલા એમણે મૂર્તિ તોડવા માંડી. હાથ તોડી નાખ્યો. પછી વિચારે ચડ્યાઃ- “મેં આ શું કરી નાખ્યું ? ભગવાનનો હાથ તોડી મેં મોટી ભૂલ કરી.” એમ ખૂબ પશ્ચાત્તાપ થયો અને ઊંઘમાં જ ચીસ પાડી ઊઠ્યા. ઊંઘ ઊડી ગઈ.
પછી તો હાથે રૂઝ આવવા માંડી. ડૉક્ટરે જોઈ કહ્યું, “તમને તો વાળ પણ ઊગવા માંડ્યા છે. તેનો અર્થ તમારો હાથ જીવંત છે. સારી નિશાની છે.” સારું થયા પછી ડૉક્ટરે સલાહ આપી, “અમદાવાદમાં નકલી હાથ બેસાડે છે.” બેસાડાવ્યો. નકલી બેસાડેલા એ હાથથી પોતે વસ્તુ પણ ઉઠાવી શકે છે એ પૂ.પં. મ. શ્રી જયસુંદરવિ.મ. ને વિક્રમભાઈએ દેખાડ્યું! રબરનો નકલી હાથે પણ દેખાડ્યો. થોડા સમય પછી સ્કુટર પણ ચલાવી શકશે એમ ડૉક્ટરનું માનવું છે. વર્તમાનના આ પ્રસંગથી આપણને અદશ્ય અતીન્દ્રિય ભવમાં ડોકિયું કરવાની તક મળે છે. કયા કારણે હાથ પાવવો પડ્યો? એની ખૂબ વિચારણા કરવાથી પાછલા ભવનું પાપકર્મ સ્વપ્રમાં જોવા મળ્યું. મૂર્તિનો હાથ ભાંગ્યો તો પોતાનો હાથ કપાવવો પડવો. એ કર્મ ઉદયમાં આવ્યું એટલે કેવું થઈ ગયુ? અચાનક જ હાથમાં પરૂ થઈ પોઈઝન થવા માંડ્યું. પણ પાછળથી કરેલ પશ્ચાત્તાપે કેવાં સુંદર ફળ આપ્યાં? -ડૉક્ટર રોગને પકડી શક્યા. સમયસર સારવારથી વધુ સડો ન થયો. કપાયેલો હાથ પણ પાછો મલ્યો (નકલી). કેટલાંક કામો પણ નકલી હાથથી કરી શકે છે.
આપણને દેખાય નહીં કે, માનીએ નહીં તો પણ જેમ ખાધેલું ઝેર ક્યારેક મારી પણ નાખે, તેમજ કરેલ નાનાં મોટાં બધાં પાપ ક્યારેક અવશ્ય ભયંકર દુઃખ આપે જ છે. તેથી તે બુદ્ધિશાળી મિત્રો! તમારા પોતાના સ્વાર્થ માટે બધાં પાપો છોડો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org