________________
જૈનો! આપણને કેવો મહાન ધર્મ મળી ગયો છે કે પ્રભુના નામ, જાપ અને પ્રભાવ પરદેશમાં પણ ગમે તેવી ભયંકર આફતોમાંથી ઉગારી દે! આ ધર્મ યથાશક્તિ સદા કરતા રહો જેથી કોઇપણ આપત્તિ આવી પડે તો આ ધર્મ તમારો ચમત્કારિક બચાવ કરી આપે.
કહ્યું પણ છે કે – ધર્મો રક્ષતિ રક્ષિતઃ |
અર્થ :- જે ધર્મની આપણે રક્ષા કરીએ છીએ, તે રક્ષા કરાયેલો ધર્મ આપણી રક્ષા કરે છે. માટે ધર્મની રક્ષા કરવી.
[૧૮] પાછલા ભવતું પાપ સ્વપ્નમાં જોયું
વિક્રમભાઈ નાગપુરના છે. તેમનો આ સત્ય પ્રસંગ આપણને ઘણું બધું કહી જાય છે. લગભગ ૩ વર્ષ પહેલાં તેમને હથેળીમાં ફોલ્લી થઈ. ચિંતા ન કરી. પ-૭ કલાક પછી લબકારા ખૂબ વધી ગયા. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરને શંકા પડતાં મોટા ડૉકટર પાસે મોકલ્યા. તપાસી કહ્યું, “અંદર ખૂબ રસને કારણે પોઈઝન થઈ ગયું છે. અડધો હાથ કપાવવો પડશે. મોડું કરશો તેમ વધુ હાથ કપાવવો પડશે.” ગભરાઈ ગયા. ડૉક્ટરે હિંમત આપી. તરત ઓપરેશન કરાવ્યું. હાથ કપાવ્યો. ઘેન ઊતરતાં દર્દ વધુ લાગતું હતું. ઊંઘ આવતી નથી. વિચારે ચડ્યા- “એકદમ આ શું થઈ ગયું ? એક નાની ફોડકીમાંથી આટલું મોટું પ્રકરણ થઈ ગયું? હવે હાથ વિના જિંદગીમાં કેટલી બધી મુશ્કેલી પડશે. કયા પાપનું મારે આ ફળ ભોગવવું પડ્યું?” ખૂબ યાદ કરે છે, પણ કાંઈ યાદ આવતું નથી. ઘણી મોટી આફતમાં ફસાયા હોવાથી પાપને યાદ કરી રહ્યા છે. ને એમ વિચારમાં ઊંઘ આવી ગઈ.
થોડી વારે ચીસ પાડી. કુટુંબીઓએ પૂછતાં પોતે જે સ્વપ્ર જોયું તેની વાત કરી. ખૂબ ધ્યાનથી આ વાત જાણવા જેવી છે. ઊંઘમાં સ્વપ્રમાં તેમણે જોયું કે જે સલમેરમાં તોફાન થયું છે. એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org