Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 25
________________ કરું. કર્યો. બચ્યા. જો કે ર માસ માત્ર પ્રવાહી જ લઈ શકાતુ હતુ. પણ અત્યારે મોટું વગેરે બધું નોર્મલ જ છે. ડૉક્ટરે કહ્યું કે બધાં સાથે અશ્વિનભાઈએ ૧૧ વાગે ખાધું હોત તો લોહી પેટમાં જવાથી ફૂડ પોઈઝન થઈ જાત. તો આ કેસ બચત જ નહીં. પરંતુ અશ્વિનભાઈ નાની ઊંમરથી જ રોજ ચોવિહાર કરતા હોવાથી છ કલાક પહેલાં ખાધું હોવાથી બચી ગયા! આ અશ્વિનભાઈ ઝીંઝુવાડાના છે. ૫.પૂ.આ.ભ. શ્રી વિજય ૐકારસૂરીશ્વરજી મ.સા. તેમના દાદાના મોટાભાઈ થાય. કુલ ૮ મિત્રો, સાથે ચારના શ્રીમતીજી અને કુલ ૩ બાળકો હતાં. તેમાંથી ૩ ને વધુ વાગેલું. એક બહેન હજી પણ અકસ્માતની તકલીફો વેઠી રહ્યા છે ! આશ્ચર્ય એ છે કે, તદન બાજુમાં બેઠેલા બંને ત્યાં જ પરલોક સિધાવી ગયા અને વચ્ચે બેઠેલા અશ્વિનભાઈ બચી ગયા ! ધર્મે જ તેમને બચાવ્યા હશેને? આવું જાણી તે ઉત્તમ જીવો, તમે પણ ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા રાખી ચોવિહાર વગેરે આરાધના યથાશક્તિ કરીને પ્રચંડ પુણ્ય કમાઈ સુખનો પરવાનો મેળવવાનું ચૂકશો નહીં. I[૧] ધર્મ પ્રભાવે અદશ્ય સહાય મળી ! મદ્રાસની વિમલાકમારીની દીક્ષા સાડા આઠ વર્ષની ઉંમરે વિ. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૪ ના શુભ દિવસે નક્કી થઈ. તેમના પિતાજી ધરમચંદની સ્થિતિ સામાન્ય. દીક્ષા પૂર્વે રૂ. વીસ હજાર તેમની પાસે હતા. દીક્ષા ઉલ્લાસથી અપાવી. વધેલી રકમ ગણી. પૂરા ૨૦OO0 હતા ! દીક્ષામાં વપરાયેલી રકમ ધર્મના પ્રભાવે પાછી મળી ગઇ. આ પુણ્યશાળી સાધ્વીજી આજે પણ દીક્ષા પાળે છે. તેમના બેન અનિતાબેનની દીક્ષા ૪૮ના ચૈત્ર વદ ૩ના હતી. તે પૂર્વે ધરમચંદજી પોતાના દેશ ભીનમાલ ગયા. ધર્મરાગી ધરમચંદજીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50