________________
ધીરે માથે, મોઢે ઘણી જગ્યાએ ફેલાતો ગયો. ભગવાનની પૂજાના પ્રભાવે સ્નાત્રજળથી આ રોગ ઘટ્યો અને આયંબિલથી લગભગ મટી ગયો. પ. પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજય ગણિવર મ.ના વ્યાખ્યાનમાં ગયેલો. પૂજ્યશ્રીએ કહ્યું કે “મહાકલ્યાણકારી પૂજાના પ્રભાવે મને દીક્ષા મળે” એવી પ્રાર્થના કરી તમે એક માસ પૂજા કરો. દીક્ષાનો મારે નિયમ નથી આપવો. પણ આ નિયમ સહેલો છે. લેવામાં શો વાંધો ? ત્યારે દીક્ષા લેવાનો કોઇ ભાવ નહીં, છતાં જશવંતને વાત ગમી ગઇ. સંકલ્પ મુજબ ૧ માસ ભાવથી ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરી. પૂજા પછી પ્રભુને રોજ પ્રાર્થના કરતો “હે નાથ! લગ્નથી બચાવ.” સગાઇ માટે એક કન્યાને જોવા જવાનું હતું. તેની સાથે જશવંતના લગ્ન કરવાનું વડિલોએ લગભગ નિશ્ચિત કરેલું. પણ પૂજાએ અને પ્રાર્થનાએ ચમત્કાર સર્જ્યો ! જોવા જવાના આગલા દિવસે મહેસાણાથી ભાઇએ બોલાવ્યો. કન્યાને મળવાના સમયે જશવંત મહેસાણા હતો. પછી કામ પતાવી પાછો આવ્યો. કન્યાને પછી મળવાનું ટાળ્યું. પછી તો ધર્મભાવ વધતો ગયો. દીક્ષાનો ભાવ થયો અને સાધુપણું મળ્યું. આજે એ સુંદર સંયમ સાધી રહ્યો છે. તમે પણ શુભ ભાવથી પરમ શ્રેયસ્કર પૂજા અવશ્ય કરો. પૂજા પછી આત્મહિતકર સુંદર ભાવના અને પ્રાર્થના કરો. બીજું, કોઇ પાપના પ્રસંગ આવી જાય ત્યારે પૂજા કરી સાચા દિલથી પ્રભુને પ્રાર્થના કરો “હે દેવાધિદેવ! તારો મહિમા અપરંપાર છે. આ ભયંકર પાપથી બચાવ.” ભયંકર રોગ, સંકટો વગેરે ભયંકર દુઃખોમાં પાપનો માર્ગ ન લેતાં આવા આત્મહિતકર પૂજા વગેરે શ્રેષ્ઠ ધર્મનું જ શરણું લો. તમને પણ ચમત્કારનો પ્રાયઃ જાત-અનુભવ થશે.
Jain Education International
૧૬
For Personal & Private Use Only
www.jainelibrary.org