Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 22
________________ નથી. છતાં અંતઃ સ્કૂરણાને કારણે કેટલો ભગીરથ પુરુષાર્થ કર્યો? પૂછતાં પૂછતાં પહેલીવારપાલીતાણા પહોંચ્યો. પછી પણ દેવી પ્રેરણાથી સાધુ મહાત્માને મળવાનો સંકલ્પ કર્યો. ઘણાંને પૂછવા છતાં સમાચાર મળતા નથી. અમદાવાદ તપાસ કરવાથી કદાચ જાણવા મળશે એવી એક નાની આશાથી એ છેક અમદાવાદ આવ્યો. અજાણ્યા ઉપાશ્રયોમાં તપાસ કરવાની. વળી પાછું અજાણ્યા સ્થળે પૂછતાં પૂછતાં જવાનું. છતાં બધું કર્યું! અને પુણ્ય મહારાજ સાહેબ મળી ગયા. સાચી ઇચ્છા અને સંકલ્પ કેવા મુશ્કેલ કાર્યોમાં પણ અકથ્ય સફળતા અપાવે છે? પોતાના ગામના મહારાજ સાહેબને હર્ષોલ્લાસપૂર્વક વંદન કર્યું. ૨ દિવસ રોકાયો. તેમના ગુરુજીએ ભણવાની પ્રેરણા કરી. પૂર્વ ભવનો સાધક જીવ હશે તેથી વાત સ્વીકારી લીધી ! ભણતાં ભાવ વધ્યા. એલેમ્બીક કંપનીમાં (વડોદરા) રાજીનામું આપી દીધું. વધુ પરિચય અને વધુ આરાધના કરતાં દીક્ષાનો નિર્ણય કર્યો. ર૪ વર્ષની ભરયુવાનવયે દીક્ષા ભાવથી લીધી ! અને ૧૭ વર્ષથી આજે પણ સુંદર સંયમ પાળે છે ! અંતઃસ્કુરણાએ આ ધર્મરહિત યુવાનને આરાધનાના શિખરે પહોંચાડી દીધો ! કેવો ઊંચો આત્મા ! હે ધર્મપ્રેમીઓ ! તમને ખરેખર ધર્મ તારક લાગે છે? તો આ જન્મમાં આટલું કરવાનો સંકલ્પ કરો કે મારી મનોવૃત્તિ માટે વિશુદ્ધ બનાવવી છે. યથાશક્તિ આરાધના અવશ્ય કરવી છે. આવા સમ્યક પુરુષાર્થથી યોગ્યતા પ્રગટશે કે જે યોગ્યતા પરભવમાં પણ તમારો આત્મા જ્યાં હશે ત્યાં પણ ધર્મ પ્રાપ્ત કરાવી તમને આગળ ને આગળ વધારશે. [૧૩] પ્રભુપૂજાથી પ્રવજ્યાની પ્રાપ્તિ | મુંબઇવાળો જશવંત જૈન કુળ છતાં જૈન આચારોથી રહિત હતો. ૧૨ વર્ષ પહેલાં તેને ભરયુવાનીમાં મોઢે સફેદ ડાઘ નીકળ્યો. ધીરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50