Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 20
________________ હે ધર્મપ્રેમીઓ ! આ છે ધર્મની શ્રદ્ધાનો પ્રભાવ ! નાનામોટા હતાશાના પ્રસંગે નિરાશ ન બનતાં હૃદયપૂર્વક દેવોને પ્રાર્થના કરો, મહાન નવકારમંત્રનું સ્મરણ કરો તો તમને જરૂર આવા કળિયુગમાં પણ એનો પરચો અનુભવવા મળશે. સાચી શ્રદ્ધા ક્યારેય કોઈની પણ એળે જતી નથી. તમે પણ આ શાશ્વત તીર્થની આશાતના રહિત ભાવસહિત યાત્રા કરો. [૧૧] મહામંત્ર ટ્રેન રોકી ઇલના નેમચંદભાઈ વગેરે શ્રી સમેતશિખરજી તીર્થરક્ષા માટે સ્પે. ટ્રેનમાં નીકળ્યા. ૨ વર્ષ પહેલાંની આ વાત છે. રસ્તામાં એક સ્ટેશને દૂરથી દૂધ લઈ પાછા આવતા હતાં અને તેમની ટ્રેન ચાલુ થઈ. એ જોઈને થોડે દૂર રહેલ પૂલ પરથી પાછા આવતા નેમચંદભાઈએ નવકાર ગણતાં દોટ મૂકી. તે પહોંચે તેટલી વારમાં તો ટ્રેન નીકળી જાય તેમ હતું. મધ્યપ્રદેશમાં અજાણ્યા સ્ટેશન પર એ શું કરે ? સાથીદારો ટ્રેનમાં ને પોતે ર જણ પૂલ ઉપર. ટ્રેનમાં બેઠેલ દેવચંદભાઈ વગેરે પણ, નેમચંદભાઈ ટ્રેનમાં ભેગા થઈ જાય માટે નવકાર ગણવા માંડ્યા. અને ચમત્કાર થયો. ટ્રેન જરાક ચાલીને ઊભી રહી ગઈ ! નેમચંદભાઇ પહોંચીને બેઠા. બધાંને નિરાંત થઈ. અનાદિકાલિન મહામંત્રનો અભૂત પ્રભાવ છે. [૧૨] પૂર્વ-પુયે પ્રવજ્યા સુધી પહોંચાડ્યો, પાંચ વર્ષનો અશોક ગુજરાતનો હતો. જાતનો પટેલ. કાકા કાલે પાલીતાણા યાત્રાએ જવાના છે એ વાત ઘરમાં સાંભળી અશોકે કહ્યું, મારે પાલીતાણા આવવું છે.” નાનો હોવાથી ઘરના લોકોએ ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50