________________
દોરીમાં ભરાઈ ગયો, અને તે પડ્યા, વાગ્યું અને પગ સૂઝીને થાંભલા જેવો થઈ ગયો. ડૉક્ટરને બતાવ્યું. સલાહ મળી કે ૧૫-૨૦ દિવસ પૂર્ણ આરામ કરવો પડશે. ત્યાં સુધી ચાલવાથી વધારે નુકશાન થશે.
પ્રેમજીભાઇએ માતાને અને બહેનને યાત્રા કરી આવવા સમજાવવા પ્રયત્ન કર્યો. પણ દીકરાને મૂકીને મા કેવી રીતે યાત્રા કરવા જાય? મા એ મક્કમતાથી કહ્યું, “જાત્રા કરશું તો ત્રણે સાથે કરશું, નહીં તો અહીં સુધી આવ્યાનો સંતોષ માનીશ. તને મૂકીને હું કેવી રીતે જાત્રા કરું ?”
રાત્રે સૂતાં સૂતાં પ્રેમજીભાઈ વિચારતા હતા, “જીવનમાં પહેલી જ જાત્રા થવાની હતી તે પણ મા નહીં કરી શકે? કેવું નસીબ ? તળાવે આવ્યા ને તરસ્યા જવું પડશે.” મનમાં ખૂબ જ દુઃખ થયું. કપદી યક્ષને યાદ કરી ગદ્ગદ્ ભાવે પ્રાર્થના કરી, “મારી મા ને આ પહેલી અને છેલ્લી યાત્રા છે. હે સમર્થ દેવ ! એની ઇચ્છા પૂર્ણ કર.” બધા શાસનદેવોને પણ પ્રાર્થના કરી અને નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં ઊંઘી ગયા.
આશ્ચર્ય સર્જાયું ! સવારે પગનું દર્દ ગાયબ. ચાલી શકાતું હતું. અને યાત્રા કરવા ગયા. સરળતાથી ચઢી શકાયું. રસ્તે ચાલતાં એક પૂ. બાલમુનિ મલ્યા. તેમને વિનંતી કરી, “અમે અજાણ્યા છીએ. બધે દર્શન કરવા છે અને પૂ. બાલમુનિએ સાથે ફરીને, બધું સમજાવીને વિધિપૂર્વક સુંદર યાત્રા કરાવી.
યાત્રા પૂર્ણ કરીને ધર્મશાળાએ આવ્યા ત્યારે પગે સોજો ચઢી ગયો હતો. ફરી હતું એમને એમ. પણ માને યાત્રા કરાવ્યાનો આનંદ અનહદ હતો. મુંબઈ પાછા આવ્યા. અને ધીમે ધીમે પગનું દર્દ મટી ગયું. આજે ય ક્યારેક પ્રેમજીભાઈ એ પ્રસંગ યાદ કરી દેવી પ્રભાવને યાદ કરી મનોમન એને વંદી રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org