________________
હસમુખભાઇની વિશિષ્ટ પ્રકારની આરાધના જાણવા જેવી છે. ચોવિહારના સમય પછી ઘર આંગણે ગમે તેવા મહેમાન-સંબંધી આવે તો પણ જમાડે નહીં ! તેને મન, મહેમાન કરતાં ભગવાનની આજ્ઞાનો પ્રેમ વિશેષ છે. આજના વિલાસી વાતાવરણમાં, ચારે બાજુ લોભનું સામ્રાજ્ય ફેલાઇ ગયું છે, જ્યારે હસમુખભાઇએ પરિગ્રહ પરિમાણ વ્રત ૩૦ વર્ષ પહેલાં લીધું છે.
એકવાર તેઓની વીંટી ગટરમાં પડી ગઇ. તેઓ વિચારે ચઢ્યા. નાશવંત જગતનો ખ્યાલ આવ્યો. આ બધું છેવટે અહીં જ રહેવાનું છે નાશવંત છે. સંકલ્પ કર્યો કે આવકના ૧૦% ધર્મમાં વાપરવા. પછી તો ત્યાગનો ભાવ વધતો ગયો. ૨૫% ધર્મમાં વાપરવા માડ્યાં. તે પછી બે લાખથી વધુ મૂડી ન રાખવાનો નિયમ લીધો. કેવા સંતોષી આત્મા
ચાલો ! આપણે પણ ત્યાગાદિના આવા વ્રતો લઇ માનવજન્મને સંતોષને સાધવાપૂર્વક સફળ બનાવીએ.
[૧૦] સાચી શ્રદ્ધાનું સુંદર ફળ
પ્રેમજીભાઇ એમનું નામ. આર્થિક સ્થિતિ બહુ સારી નહીં. જીવનવ્યવહાર નભે તેટલી જ આવક. યાત્રાએ જવાની શક્યતા નહીં.
શ્રી પ્રેમજીભાઇના ૮૦ વર્ષના વૃદ્ધ માતુશ્રીને જીવનમાં એકવાર શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ખૂબ જ ભાવના. ઘણાં વર્ષથી ભાવના ભાવ્યા કરે. ક્યારેક તો ફળશે જ એવી શ્રદ્ધા. પ્રેમજીભાઇ પણ માને યાત્રા કરાવવા ખૂબજ આતુર. અંતરની ભાવના ફળી. નાણાકીય થોડી સગવડ થતાં પ્રેમજીભાઇ મા અને બહેનને લઇ પાલિતાણા ગયા. નરશી નાથાની ધર્મશાળામાં ઊતર્યા. અચાનક પ્રેમજીભાઇનો પગ
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org